NEET 2021 Answer Key: NEET પરીક્ષાની આન્સર કી થઈ જાહેર, આ સીધી લિંક પરથી કરો ડાઉનલોડ

|

Oct 15, 2021 | 5:01 PM

NEET 2021 Answer Key Released: નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટની આન્સર કી જાહેર કરવામાં આવી છે.

NEET 2021 Answer Key: NEET પરીક્ષાની આન્સર કી થઈ જાહેર, આ સીધી લિંક પરથી કરો ડાઉનલોડ
NEET 2021 Answer Key

Follow us on

NEET 2021 Answer Key Released: નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (NEET UG) ની આન્સર કી (NEET 2021 Answer Key) જાહેર કરવામાં આવી છે. નેશનલ ટેસ્ટિં

ગ એજન્સી (NTA) એ NEET પરીક્ષાની આન્સર કી સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જાહેર કરી છે. ઉમેદવારો માત્ર આ વેબસાઇટ પર જઇને પરીક્ષાની આન્સર કી ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે.

જો ઉમેદવારોને આન્સર કી (NEET 2021 Answer Key) માં આપેલા કોઈપણ સવાલના જવાબ સામે કોઈ વાંધો હોય તો તેઓ પોતાનો વાંધો નોંધાવી શકે છે. ઉમેદવારો 17 ઓક્ટોબર સુધી રાત્રે 9 વાગ્યા સુધી આન્સર કી પર વાંધા રજૂ કરી શકે છે. જો આન્સર કીમાં કોઈ વાંધો સાચો જણાય તો આખરી આન્સર કી જારી કરવામાં આવશે. વિદ્યાર્થીઓનું પરિણામ આખરી આન્સર કીના આધારે તૈયાર થશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

NEET Answer Key 2021 આ સીધી લિંક પરથી કરો ડાઉનલોડ

NEET Answer Key Direct Link

NEET Answer Key 2021 આ સરળ સ્ટેપ્સ સાથે કરો ડાઉનલોડ

Step 1: ઉમેદવારોએ આન્સર કી ડાઉનલોડ કરવા માટે સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જાઓ.
Step 2: વેબસાઇટ પર આપવામાં આવેલી આન્સર કી લિંક પર ક્લિક કરો.
Step 3: હવે અરજી નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઈન કરો.
Step 4: તમારી આન્સર કી સ્ક્રીન પર દેખાશે.
Step 5: હવે તેને તપાસો અને ડાઉનલોડ કરો.

NEET UG ની પરીક્ષા 13 ભાષાઓમાં લેવામાં આવી હતી

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની પહેલ પર અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જોગવાઈઓ હેઠળ, આ વખતે વિદ્યાર્થીઓને 13 ભાષાઓમાં આ પરીક્ષા આપવાની સુવિધા આપવામાં આવી હતી. જેમાં અંગ્રેજી, હિન્દી, આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઓડિયા, પંજાબી, તમિલ અને તેલુગુનો સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે, આ વખતે કેન્દ્ર સરકારે NEET પરીક્ષાઓમાં 27 ટકા OBC અનામત લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ પરિણામ જાહેર કરવા અંગે કોઈ સતાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. પરિણામ બાદ કાઉન્સેલિંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો: Afghanistan : એરપોર્ટ-યુનિવર્સિટી બાદ તાલિબાનોએ કાબુલના પ્રખ્યાત ‘બુશ બજાર’નું નામ બદલ્યું, અમેરિકા સાથે છે કનેક્શન, હવે લોકો કહેશે’ મુજાહિદ્દીન

Next Article