NAS 2021: નેશનલ એચિવમેન્ટ સર્વે શું છે? દેશભરમાં 30 લાખ બાળકોએ આપી આ પરીક્ષા

|

Nov 12, 2021 | 6:01 PM

આજે દેશભરની શાળાઓમાં નેશનલ અચીવમેન્ટ સર્વેનું આયોજન કરવામાં આવ્યું હતું.

NAS 2021: નેશનલ એચિવમેન્ટ સર્વે શું છે? દેશભરમાં 30 લાખ બાળકોએ આપી આ પરીક્ષા
NAS 2021

Follow us on

NAS 2021 Latest Updates: આજે દેશભરની શાળાઓમાં નેશનલ અચીવમેન્ટ સર્વેનું (national achievement survey) આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 733 જિલ્લામાં આવેલી લગભગ 1.23 લાખ શાળાઓમાં લેવામાં આવી રહી છે. NAS પરીક્ષા 2021માં 30 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ભારત સરકાર, શિક્ષણ મંત્રાલય તમામ રાજ્ય સરકારો સાથે મળીને નેશનલ એચિવમેન્ટ સર્વે 2021 (NAS 2021) હાથ ધરે છે. જો કે, દિલ્હીના શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ પણ કોવિડ વચ્ચે આ પરીક્ષા લેવાનો વિરોધ કર્યો હતો.

નેશનલ એચિવમેન્ટ સર્વે શું છે?

નેશનલ એચિવમેન્ટ સર્વે (NAS) એ રાષ્ટ્રીય સ્તરનો અભ્યાસ છે, જેમાં દેશની શિક્ષણ પ્રણાલીની તપાસ કરવામાં આવે છે. આમાં કોઈ બાળક કે, શાળાનું કોઈ અલગ રેન્કિંગ નથી. આ એકંદરે સર્વે છે. આ સર્વે કેન્દ્ર સરકાર દ્વારા દર ત્રણ વર્ષે કરવામાં આવે છે. છેલ્લી વખત નેશનલ અચીવમેન્ટ સર્વે 2017માં હાથ ધરવામાં આવ્યો હતો. પછી તે 2020 માં થવાનું હતું. પરંતુ કોવિડ-19ને કારણે ગયા વર્ષે NASનું આયોજન થઈ શક્યું ન હતું. જે હવે 2021માં કરવામાં આવી રહ્યું છે.

આ સર્વે કેન્દ્ર અને રાજ્ય સરકારની શાળાઓ, સરકારી સહાયિત શાળાઓ અને ખાનગી શાળાઓમાં હાથ ધરવામાં આવી રહ્યો છે. આ સર્વે દર ત્રણ વર્ષે ધોરણ 3, 5, 8 અને 10 ના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કયા વિષયોની પરીક્ષા લેવાય છે

આ સર્વે 22 ભાષાઓમાં કરવામાં આવી રહ્યો છે. ધોરણ 3 અને 5 માટે ગણિત અને EVS પરીક્ષા હોય છે. ધોરણ 8 માટે ભાષા, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની પરીક્ષાઓ હોય છે. ધોરણ 10 માટે ભાષા, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજીની પરીક્ષા લેવામાં આવે છે.

કેવી રીતે યોજાય છે સર્વે

આ સર્વે 12 નવેમ્બર 2021ના રોજ દેશભરમાં કરવામાં આવ્યો હતો. આ દિવસે 3, 5, 8 અને 10 ના ધોરણના આચાર્ય અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ શાળામાં હાજર રહ્યા હતા. NAS માટે એક સર્વેક્ષણ ટીમને શાળાઓમાં મોકલવામાં આવી છે, જેમાં એક નિરીક્ષક અને ક્ષેત્ર તપાસકર્તાનો સમાવેશ થાય છે.

આ સર્વેમાં એચિવમેન્ટ ટેસ્ટ (AT) અને વિદ્યાર્થી પ્રશ્નાવલિ (PQ) આપવામાં આવશે જે નમૂના બેચના વિદ્યાર્થીઓએ ઉકેલવાના રહેશે. દરેક વર્ગ માટે આ નમૂનાની બેચનું પ્રમાણભૂત કદ 30 વિદ્યાર્થીઓનું હશે. જવાબ OMR શીટ પર આપવાનો રહેશે. ક્ષેત્ર તપાસકર્તાઓ વર્ગ 3 અને 5 ના વિદ્યાર્થીઓને OMR શીટ્સ ભરવામાં મદદ કરશે.

 

આ પણ વાંચો: UPSC Success Story: કોચિંગ વગર ત્રણ વખત UPSC પરીક્ષા ક્રેક કરી, જાણો IAS હિમાંશુ ગુપ્તા પાસેથી તેમની સફળતાનો મંત્ર

આ પણ વાંચો: CBSE અને ICSE બોર્ડની મનમાની સામે વાલીઓએ ખખડાવ્યા સુપ્રીમ કોર્ટના દ્વાર, પરીક્ષા મોકૂફ રહેશે કે બદલાશે પેટર્ન ?

Published On - 6:00 pm, Fri, 12 November 21

Next Article