MPSC Group C Recruitment 2021: મહારાષ્ટ્રમાં ગ્રુપ સીની જગ્યાઓ માટે બમ્પર વેકેન્સી, આ રીતે કરો અરજી

|

Dec 24, 2021 | 12:58 PM

MPSC Group C Recruitment 2021: મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશને ગ્રુપ સીની જગ્યાઓ માટેની ભરતીનું જાહેરનામું બહાર પાડ્યું છે.

MPSC Group C Recruitment 2021: મહારાષ્ટ્રમાં ગ્રુપ સીની જગ્યાઓ માટે બમ્પર વેકેન્સી, આ રીતે કરો અરજી
MPSC Group C Recruitment 2021

Follow us on

MPSC Group C Recruitment 2021: મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશને ગ્રુપ સીની જગ્યાઓ માટેની ભરતીનું જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેર કરાયેલ નોટિફિકેશન મુજબ રાજ્યમાં બમ્પર ભરતી કરવામાં આવશે. આ ખાલી જગ્યા (MPSC Group C Recruitment 2021) હેઠળ કુલ 900 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે ખૂબ જ સારી તક આવી છે. આ ભરતીમાં ગ્રૂપ Cની જગ્યાઓ પર અરજી કરવાની પ્રક્રિયા 22 ડિસેમ્બર 2021થી શરૂ થઈ છે. જેમાં ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવા માટે 11 જાન્યુઆરી 2022 સુધીનો સમય આપવામાં આવ્યો છે. જાહેર કરાયેલ સૂચના મુજબ, અરજી કરવા માટે, ઉમેદવારોએ મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનની સત્તાવાર વેબસાઇટ, mpsc.gov.in ની મુલાકાત લેવી પડશે.

આ તારીખોને ધ્યાનમાં રાખો

ઓનલાઈન અરજી ફોર્મની શરૂઆતની તારીખ- 22 ડિસેમ્બર 2021
અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ – 11 જાન્યુઆરી 2022
પ્રિલિમ પરીક્ષાની સંભવીત તારીખ – 3 એપ્રિલ 2022
મુખ્ય પરીક્ષાની તારીખ – 6 ઓગસ્ટ 2022
કારકુન અને ટાઈપિસ્ટની પોસ્ટ માટેની મુખ્ય પરીક્ષા – 13 ઓગસ્ટ 2022
જોકે હજુ પરિણામની તારીખ જાહેર કરવામાં આવી નથી.

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

આ રીતે કરો અરજી

સ્ટેપ 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ- mpsc.gov.in પર જાઓ.
સ્ટેપ 2: હોમ પેજ પર Online Application Portalની લિંક પર જાઓ.
સ્ટેપ 3: હવે online applications to fill 900 vacancies for various Group C ની લિંક પર જાઓ.
સ્ટેપ 4: હવે Apply Online ની લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 5: વિનંતી કરેલ વિગતો ભરીને નોંધણી કરો.
સ્ટેપ 6: પ્રાપ્ત નોંધણી નંબરની મદદથી અરજી ફોર્મ ભરો.

આ જગ્યાઓ ભરતી થશે પર

આ ખાલી જગ્યા દ્વારા, ઈન્ડસ્ટ્રી ઈન્સપેક્ટર (MPSC Industry Inspector), જિપ્યૂટી ઈન્સપેક્ટર (MPSC Deputy Inspector), ટેકનિકલ મદદનીશ, કર સહાયક, કારકુન ટાઈપિસ્ટ મરાઠી (Tax Assistant, Clerk-Typist, Marathi), કારકુન ટાઈપિસ્ટ અંગ્રેજી (Clerk-Typist, English). સહિતની અન્ય જગ્યાઓ માટે ખાલી જગ્યા દૂર કરવામાં આવી છે.

જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ ઔદ્યોગિક નિરીક્ષકની 103 જગ્યાઓ, ડેપ્યુટી ઈન્સ્પેક્ટરની 114, ટેકનિકલ આસિસ્ટન્ટની 14, ટેક્સ આસિસ્ટન્ટની 117, ક્લાર્ક ટાઈપિસ્ટ મરાઠીની 473, ક્લાર્ક ટાઈપિસ્ટ અંગ્રેજીની 79 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ પોસ્ટ્સ માટે ઉમેદવારોની પસંદગી MPSC ગ્રુપ C પ્રિલિમિનરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષાના આધારે કરવામાં આવશે.

 

આ પણ વાંચો: ઓટોમેશનના જાણકાર છો અને તમારે નોકરીની જરૂર છે ? તો વાંચો આ પોસ્ટ, જાણો નોકરીની તક અને પગાર

આ પણ વાંચો: બોમ્બે હાઈકોર્ટમાં કલાર્કની પોસ્ટ પર બમ્પર વેકેન્સી, જુઓ વિગત

Published On - 12:56 pm, Fri, 24 December 21

Next Article