Medical Students Oath: NMC દ્વારા મેડિકલ વિદ્યાર્થીઓને ‘મહર્ષિ ચરક શપથ’ લેવડાવાની કરાઈ ભલામણ

|

Apr 03, 2022 | 12:17 PM

ડિકલ એજ્યુકેશન રેગ્યુલેટર નેશનલ મેડિકલ કમિશને ભલામણ કરી છે કે, દેશમાં નવા MBBS અભ્યાસક્રમોમાં અને તેનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે 'હિપોક્રેટિક ઓથ'ને બદલે 'મહર્ષિ ચરક શપથ' અપાવડાવું જોઈએ.

Medical Students Oath: NMC દ્વારા મેડિકલ વિદ્યાર્થીઓને મહર્ષિ ચરક શપથ લેવડાવાની કરાઈ ભલામણ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Medical Students Oath: મેડિકલ એજ્યુકેશન રેગ્યુલેટર નેશનલ મેડિકલ કમિશન (NMC)એ ભલામણ કરી છે કે, દેશમાં નવા MBBS અભ્યાસક્રમોમાં અને તેનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ‘હિપોક્રેટિક ઓથ’ને બદલે ‘મહર્ષિ ચરક શપથ’ (Maharishi Charak oath) અપાવડાવું જોઈએ. નવી માર્ગદર્શિકા અનુસાર, “જ્યારે ઉમેદવાર તબીબી શિક્ષણમાં પ્રવેશ મેળવે છે ત્યારે સંશોધિત ‘મહર્ષિ ચરક શપથ’ અપાવડાવાની ભલામણ કરવામાં આવે છે.” જે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર સમાપ્ત થશે.

સુધારેલ માર્ગદર્શિકા મુજબ, ફાઉન્ડેશન કોર્સ દરમિયાન યોગ તાલીમ શરૂ કરવાની ભલામણ કરવામાં આવે છે. દર વર્ષે 12 થી 10 દિવસના સમયગાળામાં દરરોજ વધુમાં વધુ એક કલાક યોગાભ્યાસ થવો જોઈએ અને આ યોગાભ્યાસ 21 જૂનના રોજ સમાપ્ત થશે, જે દેશભરની તમામ તબીબી શાળાઓમાં ઉજવવામાં આવે છે.

નોંધનીય છે કે, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ તાજેતરમાં સંસદમાં કહ્યું હતું કે ‘મહર્ષિ ચરક શપથ’ વૈકલ્પિક હશે અને તે તબીબી વિદ્યાર્થીઓ પર બળજબરીથી લાદવામાં આવશે નહીં. ‘ચરક શપથ’ એ આયુર્વેદના સંસ્કૃત ગ્રંથ ચરક સંહિતામાં લખાણનો એક ભાગ છે. તે જ સમયે, હિપ્પોક્રેટિક ઓથ, અથવા નૈતિક કોડ, પ્રાચીન ગ્રીક ચિકિત્સક હિપ્પોક્રેટ્સને આભારી છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

તે જ સમયે, NEET UGC 2022 માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ અથવા (NEET UG 2022) માટે ટૂંક સમયમાં જ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. NEET UG 2022 સંબંધિત નવીનતમ અપડેટ અનુસાર, NEET 2022 એપ્લિકેશન ફોર્મ પણ 2 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવે તેવી અપેક્ષા છે. જો કે, એનટીએ દ્વારા હજુ સુધી NEET 2022 ફોર્મની તારીખોની પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ અહેવાલ મુજબ, એપ્લિકેશન પ્રક્રિયા 2 એપ્રિલથી કરવામાં આવશે. MBBS અને BDS કોર્સમાં પ્રવેશ લેવા ઇચ્છુક ઉમેદવારો neet.nta.nic.in પર પોતાની નોંધણી કરાવી શકે છે.

આ પણ વાંચો: IGNOU June 2021 Session: IGNOU પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને વિવિધ UG, PG અભ્યાસક્રમોની પરીક્ષાઓમાં બેસવામાંથી આપવામાં આવી મુક્તિ

આ પણ વાંચો: JEE Mains 2022: JEE Mains પરીક્ષા માટે અરજી કરવાની બીજી તક, નોંધણીની તારીખ લંબાવાઈ

Next Article