
KVPY Admit Card 2021: કિશોર વિજ્ઞાન પ્રોત્સાહન યોજના (KVPY) દ્વારા એપ્ટિટ્યુડ ટેસ્ટ 2021 માટે એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ KVPY 2021 પરીક્ષા માટે અરજી કરી છે તેઓ સત્તાવાર વેબસાઇટ kvpy.iisc.ernet.in પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. KVPY એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે, અરજદારોએ લોગિન પેજ પર તેમનો યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરવાની જરૂર છે. KVPY પરીક્ષા 9 જાન્યુઆરીએ લેવામાં આવશે. ઉમેદવારો નીચે આપેલા સ્ટેપ્સ દ્વારા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.
સત્તાવાર વેબસાઇટ – kvpy.iisc.ernet.in ની મુલાકાત લો.
હોમપેજ પર, “ડાઉનલોડ એડમિટ કાર્ડ ક્લિક” લિંક પર ક્લિક કરો.
ઉમેદવાર લૉગિન પેજ પર યુઝર ID અને પાસવર્ડ દાખલ કરો.
KVPY એડમિટ કાર્ડ સબમિટ કરો અને ડાઉનલોડ કરો.
એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા પછી, આપેલ તમામ માહિતીને સારી રીતે વાંચો. જો એડમિટ કાર્ડમાં કોઈ ભૂલ હોય તો વિભાગનો સંપર્ક કરીને તેને સુધારી શકાય છે. પરીક્ષા સંબંધિત વધુ વિગતો માટે ઉમેદવારોને વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.
KVPY એપ્ટિટ્યુડ પરીક્ષાના પરિણામ પછી પ્રથમ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. પછી આ વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે. પસંદગી પ્રક્રિયાનું સ્ક્રીનીંગ IISc ખાતે રચાયેલ જૂથો અથવા સમિતિ દ્વારા કરવામાં આવે છે. KVPY એ ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા શરૂ કરાયેલ રાષ્ટ્રીય સ્તરનો ફેલોશિપ પ્રોગ્રામ છે.
BSc, BS, BSAT (BSat), BMath, ઈન્ટિગ્રેટેડ MSc અને ઈન્ટિગ્રેટેડ MS જેવા મૂળભૂત વિજ્ઞાન અભ્યાસક્રમોના ધોરણ 11 થી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે KVPY પરીક્ષા ફેલોશિપ અને આકસ્મિક અનુદાન માટે એપ્ટિટ્યુડ ટેસ્ટ છે. IISc અને ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થા (IISER) સહિત દેશની ટોચની સંસ્થાઓ BS અને BS-MS ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટેની પરીક્ષાને ધ્યાનમાં લે છે.
આ પણ વાંચો: MPSC Group C Recruitment 2021: મહારાષ્ટ્રમાં ગ્રુપ સીની જગ્યાઓ માટે બમ્પર વેકેન્સી, આ રીતે કરો અરજી
આ પણ વાંચો: NID DAT Admit Card 2022: ડિઝાઇન એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે એડમિટ કાર્ડ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ