JEE Mains જુલાઈ સત્રની પરીક્ષા મોકૂફ, આ દિવસથી લેવાશે પરીક્ષા, જાણો શું છે નવી તારીખ

|

Jul 20, 2022 | 11:12 AM

JEE Mains સત્ર 2ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પરીક્ષા હવે 24 જુલાઈથી 28 જુલાઈ દરમિયાન લેવામાં આવશે.

JEE Mains જુલાઈ સત્રની પરીક્ષા મોકૂફ, આ દિવસથી લેવાશે પરીક્ષા, જાણો શું છે નવી તારીખ
JEE

Follow us on

JEE Mains સત્ર 2ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પરીક્ષા હવે 24 જુલાઈથી 28 જુલાઈ દરમિયાન લેવામાં આવશે. અગાઉ આ પરીક્ષા 21 જુલાઈથી શરૂ થવાની હતી પરંતુ પરીક્ષાના એક દિવસ પહેલા તારીખ બદલવામાં આવી છે. હાલમાં, JEE મેન્સ સત્ર 2 પરીક્ષાની તારીખમાં ફેરફાર અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ટૂંક સમયમાં NTA દ્વારા પણ તેની પુષ્ટિ કરવામાં આવશે. આ CUET UGના પ્રથમ તબક્કાના અંત અને પરીક્ષાની શરૂઆત વચ્ચે પૂરતો સમય રાખવાનો હતો.

CUET UG પરીક્ષાને કારણે તારીખ લંબાવવામાં આવી છે

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, NTA અધિકારીએ કહ્યું છે કે, અમને પૂરતી તૈયારી માટે બંને પરીક્ષા વચ્ચે થોડો સમય અંતરની જરૂર છે. CUET 20મી જુલાઈના રોજ સમાપ્ત થઈ રહી છે અને બીજા દિવસે બીજી પરીક્ષા શરૂ કરવી મુશ્કેલ હશે. આથી JEE મેઈન્સની પરીક્ષા હવે 24 જુલાઈથી શરૂ થશે. પરીક્ષાના લગભગ બે થી ત્રણ દિવસ પહેલા એડમિટ કાર્ડ આપવામાં આવશે. એકવાર એડમિટ કાર્ડ જારી થઈ ગયા પછી, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in અથવા nta.ac.in પર એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

JEE મેઈન્સ સત્ર 2 એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું

JEE મેઈન સત્ર 2 એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે nta.ac.inની મુલાકાત લો.
તે પછી હોમપેજ પર જાઓ અને એડમિટ કાર્ડ લિંક પર ક્લિક કરો.
તે પછી લોગિન કરો અને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

એડમિટ કાર્ડ ટૂંક સમયમાં આપવામાં આવશે

જેઇઇ મેઇન્સની પરીક્ષા અગાઉ 12 જુલાઇથી 30 જુલાઇ દરમિયાન યોજાવાની હતી. પરંતુ હવે પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં NTA દ્વારા સત્તાવાર નોટિસ પણ જાહેર કરવામાં આવશે. કારણ કે પરીક્ષાની તારીખ લંબાવવામાં આવી છે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, આવતી કાલ સુધીમાં પ્રવેશ કાર્ડ જાહેર કરવામાં આવે. NTA વેબસાઇટ પર નજર રાખો.

Next Article