JEE Main 2021 Result Declared: JEE મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર, જાણો કેવી રીતે થશે ચેક

|

Aug 06, 2021 | 9:25 PM

JEE Main 2021 Third Session Result Declared: JEE મેઈન 2021ના ​​ત્રીજા સત્રનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

સમાચાર સાંભળો
JEE Main 2021 Result Declared: JEE મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર, જાણો કેવી રીતે થશે ચેક
JEE Main Result 2021

Follow us on

JEE Main 2021 Third Session Result Declared: JEE મેઈન 2021 ના ​​ત્રીજા સત્રનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. નેશનલ ટેસ્ટ એજન્સી (NTA)એ JEE મેઈન 2021નું (JEE Main 2021 Result) પરિણામ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જાહેર કર્યું છે. જે વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ભાગ લીધો હતો તેઓ આ વેબસાઈટ પરથી જ પોતાનું પરિણામ ચકાસી શકે છે. વિદ્યાર્થીઓએ પોતાનું પરિણામ તપાસવા માટે અરજી નંબર અને જન્મ તારીખ અથવા પાસવર્ડની મદદથી લોગિન કરવાનું રહેશે.

જણાવી દઈએ કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE Main 2021 Result)નું ત્રીજું સત્ર 20, 22, 25 અને 27 જુલાઈના રોજ યોજ્યું હતું. આ પરીક્ષામાં લગભગ 7.09 લાખ ઉમેદવારો માટે કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) તરીકે લેવામાં આવી હતી. NTAએ દેશભરના 334 શહેરો અને 828 કેન્દ્રોમાં JEE મેઇનની પરીક્ષા લીધી હતી.

JEE Main 2021 Result આ રીતે ચેક કરી શકશો

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
  • પરિણામ તપાસવા માટે પહેલા સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જાઓ.
  • વેબસાઈટ પર આપેલી રિઝલ્ટ લિંક પર ક્લિક કરો.
  • હવે તમારો અરજી નંબર અને જન્મ તારીખ સબમિટ કરીને લગઈન કરો.
  • તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
  • હવે તેને તપાસો.

JEE મુખ્ય સત્ર 4નું આયોજન 26 ઓગસ્ટ, 27, 31, 1 અને 2 સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે. JEE મુખ્ય પરીક્ષા માટે એડમિટ કાર્ડ ટૂંક સમયમાં આપવામાં આવશે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic પર જઈને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

આ પણ વાંચો: Tokyo Olympics 2020 Live : રેસલર બજરંગ પૂનિયાએ જીતી બીજી મેચ,ઇરાનના પહેલવાનને આપી મ્હાત,પહોંચ્યા સેમીફાઇનલમાં, રોમાંચક મુકાબલા બાદ ભારતીય મહિલા હૉકી ટીમની હાર, પણ બ્રિટેનને આપી જોરદાર ટક્કર

 

આ પણ વાંચો: Women’s Hockey Team : PM મોદીએ કહ્યું મહિલા હોકી ટીમ પર ગર્વ, ભારતની દીકરીઓ હૃદયને સ્પર્શી ગઈ

Published On - 9:02 pm, Fri, 6 August 21

Next Article