JEE Advanced 2021: JEE એડવાન્સ પરીક્ષા માટે એડમિટ કાર્ડ આવતીકાલે થશે જાહેર, આ રીતે થશે ડાઉનલોડ

|

Sep 24, 2021 | 5:30 PM

સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE) એડવાન્સ્ડ 2021 માટે એડમિટ કાર્ડ આવતીકાલે જાહેર કરવામાં આવશે.

JEE Advanced 2021: JEE એડવાન્સ પરીક્ષા માટે એડમિટ કાર્ડ આવતીકાલે થશે જાહેર, આ રીતે થશે ડાઉનલોડ
JEE Advanced 2021

Follow us on

JEE Advanced 2021: સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE) એડવાન્સ્ડ 2021 માટે એડમિટ કાર્ડ આવતીકાલે જાહેર કરવામાં આવશે. JEE એડવાન્સ પરીક્ષાનું એડમિટ કાર્ડ સવારે 10 વાગ્યે બહાર પાડવામાં આવેલી સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર અપલોડ કરવામાં આવશે. જે ઉમેદવારોએ પરીક્ષા માટે અરજી કરી છે તેઓ આ વેબસાઈટ પરથી જ તેમનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

પરીક્ષાનું આ એડમિટ કાર્ડ (IIT JEE Admit Card 2021) 3 ઓક્ટોબર પરીક્ષાના દિવસે સવારે 9 વાગ્યા સુધી ડાઉનલોડ કરી શકાય છે. આ પરીક્ષા ભારતીય તકનીકી સંસ્થાઓ (IITs) માં એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચર અને આયોજન કાર્યક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવશે. અમે તમને જણાવી દઈએ કે IIT JEE પરીક્ષામાં ફક્ત તે જ વિદ્યાર્થીઓ ભાગ લે છે જેમનો રેન્ક JEE Main માં 2.5 લાખની અંદર આવે છે.

એડમિટ કાર્ડ આ સ્ટેપ્સથી ડાઉનલોડ કરી શકશો

Step 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ jeeadv.ac.in પર જાઓ.
Step 2: વેબસાઈટ પર આપવામાં આવેલી એડમિટ કાર્ડ લિંક પર ક્લિક કરો.
Step 3: હવે લોગ ઈન કરો.
Step 4: તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે.
Step 5: તેને ડાઉનલોડ કરો
Step 6: પરીક્ષા હોલમાં લઈ જવા માટે તેની પ્રિન્ટ આઉટ કાઢી લો.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

JEE Advanced 2021 શેડ્યૂલ

  1. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની તારીખ – 25 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2021
  2. JEE એડવાન્સ પરીક્ષા – 3 ઓક્ટોબર, 2021
  3. JEE એડવાન્સ પરીક્ષા આન્સર કી – 10 ઓક્ટોબર, 2021
  4. JEE એડવાન્સ્ડ 2021ની અંતિમ આન્સર કી અને પરિણામની ઓનલાઈન ઘોષણા – 15 ઓક્ટોબર, 2021
  5. આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે ઓનલાઈન નોંધણી – 15 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર, 2021
  6. આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (AAT) – 18 ઓક્ટોબર, 2021
  7. AAT પરિણામોની ઘોષણા – 22 ઓક્ટોબર, 2021
  8. સીટ ફાળવણી પ્રક્રિયાની સંભવિત શરૂઆત – 16 ઓક્ટોબર, 2021

JEE એડવાન્સ એડમિટ કાર્ડમાં પરીક્ષા કેન્દ્રની વિગતો અને પરીક્ષાના દિવસની માર્ગદર્શિકા આપવામાં આવશે. ઉપરાંત કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કોવિડ ગાઈડલાઈનનું (Covid guidelline) ચુસ્ત પાલન કરવાનું રહેશે. વિદ્યાર્થીઓ 25 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2021 સુધી એડમિટ કાર્ડ (Admit Card) ડાઉનલોડ કરી શકશે.

 

આ પણ વાંચો: NCRTC Recruitment 2021: નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને જાહેર કરી ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

Published On - 5:30 pm, Fri, 24 September 21

Next Article