ISRO Recruitment 2021: ISROમાં નોકરી મેળવવા માટેની સુવર્ણ તક, જાણો લાયકાત અને સમગ્ર વિગતો

|

Jul 21, 2021 | 3:14 PM

ISROએ એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજીઓને મંગાવી છે. સંબંધિત શાખામાંથી એન્જિનિયરિંગમાં ડિગ્રી અથવા ડિપ્લોમા ધરાવતા યુવાનો આ માટે અરજી કરી શકે છે.

ISRO Recruitment 2021: ISROમાં નોકરી મેળવવા માટેની સુવર્ણ તક, જાણો લાયકાત અને સમગ્ર વિગતો
ISRO Recruitment 2021

Follow us on

ISRO Recruitment 2021: ડિપ્લોમા કોર્સ અથવા એન્જિનિયરિંગની ડિગ્રી કરનારા લોકો માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)માં નોકરી મેળવવાની સારી તક સામે આવી છે. ઇસરોએ એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજીઓને મંગાવી છે. સંબંધિત શાખામાંથી એન્જિનિયરિંગમાં ડિગ્રી અથવા ડિપ્લોમા ધરાવતા યુવાનો આ માટે અરજી કરી શકે છે. કોમર્શિયલ પ્રેક્ટિસમાં ડિપ્લોમા (Commercial Practices) ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ 2021 છે.

ખાલી જગ્યા વિગતો:

ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ – 13 પોસ્ટ
ટેકનિશિયન એપ્રેન્ટિસ – 10 પોસ્ટ
કોમર્શિયલ પ્રેક્ટિસમાં ડિપ્લોમા – 20 પોસ્ટ

શૈક્ષણિક લાયકાત

ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ: ભારતીય યુનિવર્સિટી દ્વારા ફર્સ્ટ ક્લાસ સાથે એન્જિનિયરિંગ ડિગ્રી પાસ કરી હોવી જોઈએ.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ટેકનિશિયન એપ્રેન્ટિસ: ભારતીય યુનિવર્સિટી દ્વારા ફર્સ્ટ ક્લાસ સાથે એન્જિનિયરિંગ ડિગ્રી પાસ કરી હોવી જોઈએ.

કોમર્શિયલ પ્રેક્ટિસમાં ડિપ્લોમા: રાજ્ય દ્વારા માન્યતાપ્રાપ્ત બોર્ડમાંથી ઓછામાં ઓછા 60% ગુણ સાથે વાણિજ્યિક પ્રેક્ટિસમાં ડિપ્લોમા કરેલ હોવું જોઈએ.

વેતન:

ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ – 9000 પ્રતિ માસ
ટેકનિશિયન એપ્રેન્ટિસ – 8000 પ્રતિ માસ

આવી રીતે કરો અરજી

અરજી કરવા માટે, ઉમેદવારોએ પહેલા ઇસરોની વેબસાઇટ isro.gov.in પર જવું પડશે.
અહીં આવેદનપત્ર મળશે. તેને ભરીને અને વિષયમાં દસ્તાવેજોની પીડીએફ ફાઇલ સાથે અરજી કરવા માટેની (સંબંધિત કેટેગરીનું નામ) અરજી કરવી પડશે.
મેઇલ આઈડી છે- hqapprentice@isro.gov.in.

 

આ પણ  વાંચો: Lifestyle : લગ્ન પછી દુલ્હનના મનમાં આવે છે આ સવાલો, આ વાંચી તમને પણ યાદ આવશે તમારા દિવસો

Next Article