ISRO-LPSCમાં ધોરણ 10 પાસ માટે ડ્રાઇવર અને ફાયરમેનની જગ્યાઓ માટે જાહેર થઈ ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી

|

Aug 23, 2021 | 2:48 PM

ઇસરો લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટરે 10 ધોરણ પાસ માટે ડ્રાઇવર, ફાયરમેન, કૂક અને કેટરિંગ એટેન્ડન્ટની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે.

ISRO-LPSCમાં ધોરણ 10 પાસ માટે ડ્રાઇવર અને ફાયરમેનની જગ્યાઓ માટે જાહેર થઈ ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી
ISRO-LPSC Recruitment 2021:

Follow us on

ISRO-LPSC Recruitment 2021: ઇસરો લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટર (LPSC)એ 10 ધોરણ પાસ માટે ડ્રાઇવર, ફાયરમેન, કૂક અને કેટરિંગ એટેન્ડન્ટની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. આ માટે ઓનલાઈન અરજીઓ 24 ઓગસ્ટ 2021થી શરૂ કરવામાં આવશે.

ઇસરોએ હેવી વ્હીકલ મોટર (HMV) ડ્રાઇવર, કુક અને ફાયરમેનની જગ્યાઓ માટે લાયક ઉમેદવારોની પસંદગી માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. મહત્વનું છે કે, આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 6 સપ્ટેમ્બર રાખવામાં આવી છે.

ઇસરો એલપીએસસી ભરતી નોટિફિકેશન અનુસાર, હેવી મોટર વ્હીકલ ડ્રાઇવર, કુક, એટેન્ડન્ટ અને ફાયરમેનની કુલ 8 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે. ઉમેદવારો 24 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર 2021 સુધી LPSC વેબસાઇટ lpsc.gov.inની મુલાકાત લઈને અરજી કરી શકશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ISRO-LPSC Recruitment 2021માં ખાલી જગ્યાની વિગતો:

હેવી મોટર વ્હીકલ ડ્રાઈવર – 2 પદ
કૂક – 01 પદ
કેટરિંગ એટેન્ડન્ટ -01 પદ
ફાયરમેન – 2 પદ
શૈક્ષણિક લાયકાત – SSLC અથવા 10 પાસ.

ISRO-LPSC Recruitment 2021માં વય મર્યાદા:

6 સપ્ટેમ્બરના રોજ ફાયરમેન અને કેટરિંગ એટેન્ડન્ટ માટે મહત્તમ ઉંમર 25 વર્ષ અને અન્ય પોસ્ટ્સ માટે 35 વર્ષ હોવી જોઈએ.

SBI SCO Recruitment 2021:

જે ઉમેદવારો બેંકમાં નોકરી શોધી રહ્યા છે તેમના માટે એક મોટી તક સામે આવી છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ વિવિધ વિભાગોમાં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની પોસ્ટ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. બહાર પાડવામાં આવેલી સૂચના અનુસાર, કુલ 69 પોસ્ટ્સની ભરતી કરવામાં આવશે. આવી સ્થિતિમાં, જે ઉમેદવારો અરજી કરવા માંગતા હોય તેઓ SBIની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જઈને અરજી કરી શકે છે.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ જાહેર કરેલા નોટિફિકેશન મુજબ આ માટે અરજી પ્રક્રિયા 13 ઓગષ્ટથી શરું થઈ ચૂકી છે જે આગામી 2 સપ્ટેમ્બર સુધી ચલાવવામાં આવશે. SBI SCO Recruitment 2021 માટેની સૂચના સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ્સ પર ભરતી માટે અરજી કરી શકે છે.

સ્ટેટ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા (SBI SCO Recruitment 2021) દ્વારા કુલ 69 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં અલગ અલગ જગ્યાઓ માટે બેઠકો નક્કી કરવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો વિગતો જોયા બાદ જ અરજી કરી શકે છે.

 

આ પણ વાંચો: Gold Hallmarking : જાણો સરકારના નવા નિયમથી કેમ નારાજ છે જવેલર્સ ? શું છે HUID જેને સ્વીકારવા સુવર્ણકાર તૈયાર નથી

Next Article