B.Tech વાળા માટે ભારતીય નૌસેનામાં નોકરીની તક, સેલરી હશે 50,000થી વધારે

ભારતીય સેનામાં ઓફિસર બનવાનું તમારૂ સપનું હશે તો તે પુરૂ થવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે ઈન્ડિયન નેવી તરફથી 224 શોર્ટ સર્વિસ કમિશન અધિકારીઓના પદ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ join indianavy.gov.in પર જઈને અરજી કરી શકે છે.

B.Tech વાળા માટે ભારતીય નૌસેનામાં નોકરીની તક, સેલરી હશે 50,000થી વધારે
indian navy recruitment 2023
| Updated on: Oct 28, 2023 | 4:30 PM

ઈન્ડિયન નેવીમાં ઓફિસર બનવાનું સપનું જોઈ રહેલા ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર છે. ઈન્ડિયન નેવી 224 શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર્સ (એસએસસી ઓફિસર્સ)ની જગ્યા પર ખાલી જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. કમિશન્ડ ઓફિસર્સ માટેનો આ કોર્સ ઈન્ડિયન નેવી દ્વારા 2024માં લાગુ કરવામાં આવશે.

આ પદો માટે અરજી પ્રક્રિયા 7 ઓક્ટોબર 2023થી શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત અરજી કરવાની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર 2023 છે. આ ભરતીથી કુલ 224 જગ્યાઓ ભરવામાં આવશે. અરજી કરવા માટે ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ join indianavy.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ ઉપરાંત ઉમેદવારો વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઇટ join indianavy.gov.in પર જઈને ખાલી જગ્યા સંબંધિત માહિતી મેળવી શકે છે.

શૈક્ષણિક યોગ્યતા

તમને જણાવી દઈએ કે દરેક જગ્યા માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. જો તમે એક્ઝિક્યુટિવ બ્રાન્ચ માટે અપ્લાય કરવા માંગો છો, તો તમારી પાસે કોઈપણ વિષયમાં BE, B.Tech ડિગ્રી હોવી જોઈએ અને તમારે 60 ટકા માર્કસ હોવા જોઈએ. જો તમે કોઈ પણ એજ્યુકેશન બ્રાન્ચમાં અપ્લાઈ કરવા ઈચ્છો છો, તો તમારે મિકેનિકલમાં ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ હોવા જોઈએ. આ ઉપરાંત તેને રિલેટેડ ટ્રેડનું નોલેજ હોવું જરૂરી છે. એટલું જ નહીં સિલેક્ટ કરાયેલા ઉમેદવારોને 56,000 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે અને તેમને અનેક પ્રકારના ગવર્નમેન્ટ અલાઉન્સનો લાભ પણ આપવામાં આવશે.

આ રીતે કરો અપ્લાઈ

અપ્લાઈ કરવા માટે ઉમેદવારોએ પહેલા ઓફિશિયલ વેબસાઇટ join indianavy.gov.in પર જવું.

વેબસાઇટ પર અપ્લાઈ કરતા પહેલા ઓફિશ્યલ સૂચના વાંચો.

તમે હોમ પેજ પર કરિયર વિકલ્પ જોશો.

અપ્લાઈ, સહી, ફોટો, આઈડી પ્રૂફ સંબંધિત તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ કાળજીપૂર્વક અપલોડ કરો.

તે પછી ભવિષ્યના ઉપયોગ માટે સબમિટ કરેલા અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લો.

ભરતી વિગતો

  • આ ખાલી જગ્યા દ્વારા કુલ 224 જગ્યાઓ ભરવામાં આવશે.
  • જનરલ સર્વિસ (જીએસ,એક્સ) હાઈડ્રો કેડર-40 જગ્યાઓ
  • એર ટ્રાફિક કંટ્રોલર (એટીસી)-18 જગ્યાઓ
  • નેવલ એર ઓપરેશન્સ ઓફિસર-18 જગ્યાઓ
  • પાયલોટ-20 જગ્યાઓ
  • લોજિસ્ટિક્સ-20 જગ્યાઓ
  • શિક્ષણ-18 જગ્યાઓ
  • એન્જિનિયરિંગ બ્રાન્ચ (સામાન્ય સેવાઓ, જીએસ)-30 જગ્યાઓ
  • વિદ્યુત શાખા-50 જગ્યાઓ
  • નેવલ કન્સ્ટ્રક્ટર – 20 જગ્યાઓ