IIMC Entrance Exam 2021 Admit Card: પ્રવેશ પરીક્ષાનું એડમિટ કાર્ડ થયું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

|

Aug 24, 2021 | 6:20 PM

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન (IIMC) પ્રવેશ પરીક્ષા 2021 માટે એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યા છે.

IIMC Entrance Exam 2021 Admit Card: પ્રવેશ પરીક્ષાનું એડમિટ કાર્ડ થયું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ
IIMC Entrance Exam 2021

Follow us on

IIMC Entrance Exam 2021 Admit Card: નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ (National Testing Agency) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન (IIMC) પ્રવેશ પરીક્ષા 2021 માટે એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યા છે. IIMC એડમિટ કાર્ડ 2021 સત્તાવાર વેબસાઇટ iimc.nta.ac.in પર જાહેર કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓએ IIMC પ્રવેશ પરીક્ષા 2021 માટે અરજી કરી હતી તેઓ લોગઈન કરીને પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. લોગઈન કરવા માટે ઉમેદવારોએ અરજી નંબર અને પાસવર્ડ સબમિટ કરવો પડશે.

આ લિંક પરથી તમે સીધા જ IIMC એડમિટ કાર્ડ 2021 ડાઉનલોડ કરી શકો છો

IIMC Admit Card Direct Link

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે

IIMC Entrance Exam 2021 Admit Card આ સ્ટેપ દ્વારા કરોડાઉનલોડ કરો

સ્ટેપ 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ iimc.nta.ac.in પર જાઓ.
સ્ટેપ 2: હવે વેબસાઇટ પર આપેલ IIMC Admit Card 2021 લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે એપ્લિકેશન નંબર અને પાસવર્ડ અથવા જન્મ તારીખની મદદથી લોગઈન કરો.
સ્ટેપ 4: તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે.
સ્ટેપ 5: હવે તેને ડાઉનલોડ કરો અને પરીક્ષા હોલમાં લઈ જવા માટે પ્રિન્ટ આઉટ લો.

પ્રવેશ પરીક્ષા 29 ઓગસ્ટના રોજ લેવાશે

આ વર્ષે IIMCમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા 29 ઓગસ્ટના રોજ લેવામાં આવશે. પ્રવેશ પરીક્ષા બે અલગ અલગ સત્રોમાં લેવામાં આવશે. હિન્દી પત્રકારત્વ, અંગ્રેજી પત્રકારત્વ, જાહેરાત અને જનસંપર્ક અને રેડિયો અને ટેલિવિઝન અભ્યાસક્રમો માટે સવારે 10થી બપોરે 12 વાગ્યા સુધી પ્રવેશ પરીક્ષા હશે. પ્રાદેશિક ભાષા પત્રકારત્વ અભ્યાસક્રમ હેઠળ, ઓડિયા, મરાઠી, મલયાલમ અને ઉર્દૂ પત્રકારત્વના અભ્યાસક્રમો માટે બપોરે 2થી 4 વાગ્યા સુધી પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે.

દરેક પરીક્ષા બે કલાકની હશે, જેમાં સામાન્ય જ્ઞાન અને મીડિયા અને સંચાર ક્ષેત્રમાંથી 100 બહુવિધ પસંદગીના પ્રશ્નો પૂછવામાં આવશે. પ્રાદેશિક ભાષા પત્રકારત્વ અભ્યાસક્રમમાં પૂછાતા પ્રશ્નો પ્રાદેશિક ભાષામાં અને અન્ય અભ્યાસક્રમો માટે પ્રશ્નો અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં હશે.

આ વર્ષે IIMCના 6 કેમ્પસમાં લેવાના 8 અભ્યાસક્રમોમાં 476 બેઠકો માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. આ કેમ્પસ નવી દિલ્હી, ધેનકાનાલ, આઈઝોલ, અમરાવતી, કોટ્ટાયમ અને જમ્મુમાં છે. IIMC હિન્દી પત્રકારત્વ, અંગ્રેજી પત્રકારત્વ, જાહેરાત અને જાહેર સંબંધો, રેડિયો અને ટેલિવિઝન, ઓડિયા, મરાઠી, મલયાલમ અને ઉર્દૂ પત્રકારત્વમાં પીજી ડિપ્લોમા અભ્યાસક્રમો આપે છે.

 

આ પણ વાંચો: ગુજરાતમાં 5 હજાર ઝુંપડા તોડવા સામે સુપ્રિમ કોર્ટનો સ્ટે, યથાસ્થિતિ જાળવી રાખવા રાજય સરકારને નિર્દેશ

Next Article