
ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા (ICAI)એ CA ઈન્ટરમીડિયેટ મે 2022ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી તેઓ તેમના પરિણામો સત્તાવાર વેબસાઇટ icai.nic.in પર જોઈ શકે છે. પરિણામ જોવા માટે ઉમેદવારોએ નોંધણી નંબર દાખલ કરવાની જરૂર પડશે. વેબસાઈટ પર CA પરિણામની લિંક એક્ટિવેટ કરવામાં આવી છે. જે ઉમેદવારો આ પરીક્ષા પાસ કરશે તેઓ નવેમ્બરની અંતિમ પરીક્ષા માટે પાત્ર બનશે. રંજને સીએ ઇન્ટરની પરીક્ષામાં 666 માર્ક્સ સાથે ટોપ કર્યું છે. નિશિતા અને કુણાલ કમલ બીજા અને ત્રીજા સ્થાને છે.
Important Announcement – Results of the ICAI Chartered Accountancy Intermediate Examination held in May 2022 have been declared.
Results can be accessed athttps://t.co/OyKv3HijEM pic.twitter.com/r1NugEIiX7— Institute of Chartered Accountants of India – ICAI (@theicai) July 21, 2022
ICAI એ ઇન્ટરનેશનલ ટેક્સેશન એસેસમેન્ટ ટેસ્ટ (ITAT) ના પરિણામો પણ જાહેર કર્યા છે. અગાઉ, CA ફાઇનલ મે 2022નું પરિણામ 15 જુલાઈ, 2022 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. CA ઇન્ટરમીડિયેટ મે 2022ની પરીક્ષામાં પાસ થવા માટે ઉમેદવારોએ દરેક પેપરમાં ઓછામાં ઓછા 40 ટકા માર્ક્સ મેળવવાની જરૂર છે. એકંદર પાસની ટકાવારી 50% કરતા ઓછી ન હોવી જોઈએ. જેઓ ઇન્ટર પરીક્ષામાં લાયક ઠરે છે તેઓ CA ફાઇનલ નવેમ્બર 2022ની પરીક્ષા માટે નોંધણી કરવા પાત્ર બનશે.