IBPS PO Mains Result 2021-22: ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (IBPS) દ્વારા PO મેન્સ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ IBPS PO Mains પરીક્ષા 2022માં પરીક્ષા આપી હતી તેમના પરિણામ IBPSની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યા છે. ઉમેદવારો IBPSની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પરિણામ ચકાસી શકે છે. નોટિફિકેશન અનુસાર, મેઈન્સની પરીક્ષા આ મહિને લેવામાં આવી હતી. લગભગ પાંચ લાખ ઉમેદવારોએ IBPS PO પ્રિલિમ્સ પરીક્ષા આપી હતી. પ્રારંભિક પરિણામ 05 જાન્યુઆરી 2022 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.
IBPS પ્રોબેશનરી ઓફિસર્સની (Probationary Officers) પરીક્ષા 22મી જાન્યુઆરીએ લેવામાં આવી હતી. આ પરીક્ષા 200 ગુણ માટેના ઉદ્દેશ્ય પ્રકારના પ્રશ્નો અને 25 ગુણના વર્ણનાત્મક પ્રશ્નો પર આધારિત હતી. ઑબ્જેક્ટિવ ટેસ્ટમાં ખોટા જવાબો માટે નેગેટિવ માર્કસ આપવાની જોગવાઈ હતી.
સીધી લિંક પરથી પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.
ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS) વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોમાં પ્રોબેશનરી ઓફિસર્સની જગ્યાઓની ભરતી માટે IBPS PO પરીક્ષાનું આયોજન કરે છે. પરીક્ષા પ્રારંભિક, મુખ્ય અને ઇન્ટરવ્યુ રાઉન્ડ સાથે ત્રણ તબક્કાની ભરતી પ્રક્રિયા છે. જે ઉમેદવારો પ્રિલિમિનરી પરીક્ષામાં ક્વોલિફાય થશે તેઓ મુખ્ય પરીક્ષામાં બેસવા માટે લાયક ઠરશે. જો કે, IBPS PO પ્રિલિમ્સમાં મેળવેલા ગુણને અંતિમ પસંદગી માટે ગણવામાં આવતા નથી. મેઈન્સ પરીક્ષા પાસ કર્યા પછી, તમારે ઇન્ટરવ્યુ રાઉન્ડમાંથી પસાર થવું પડશે.
2022-23ના સત્રમાં યોજાનારી પરીક્ષાઓનું કેલેન્ડર ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (Institute of Banking Personnel Selection) દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જે ઉમેદવારો બેંક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેઓ IBPS ની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચનામાં સંપૂર્ણ વિગતો ચકાસી શકે છે.
આ પણ વાંચો: GATE 2022 Answer Key: આ દિવસે આવશે GATE પરીક્ષાની આન્સર કી, જાણો કેવી રીતે થશે ચેક