IAS અધિકારી કેવી રીતે બની શકાય? જાણો શિક્ષણથી લઈને પરીક્ષા સુધીની તમામ વિગતો

જે લોકોનું સપનું દેશની સેવા કરવાનું હોય તો તે લોકો IAS બનતા હોય છે. ભારતમાં IASની પરિક્ષા સૌથી અઘરી પરિક્ષા માનવામાં આવે છે. આજે સમજીએ કે કેવી રીતે આઈએએસ અધિકારી બની શકાય. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો IASનું ગુજરાતી ભારતીય વહીવટી સેવા થાય છે. ભારતમાં IAS […]

IAS અધિકારી કેવી રીતે બની શકાય? જાણો શિક્ષણથી લઈને પરીક્ષા સુધીની તમામ વિગતો
| Updated on: Jun 25, 2019 | 4:37 PM

જે લોકોનું સપનું દેશની સેવા કરવાનું હોય તો તે લોકો IAS બનતા હોય છે. ભારતમાં IASની પરિક્ષા સૌથી અઘરી પરિક્ષા માનવામાં આવે છે. આજે સમજીએ કે કેવી રીતે આઈએએસ અધિકારી બની શકાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IASનું ગુજરાતી ભારતીય વહીવટી સેવા થાય છે. ભારતમાં IAS બનવા માટે લાખો લોકો આવેદન કરે છે જ્યારે તેમાંથી બહુ જ ઓછા ઉમેદવારો સફળતાપૂર્વક કલાસ વન અધિકારી બને છે. IAS બનવા માટે કોઈપણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ હોવું જરુરી છે તો જ તમે પરિક્ષા માટે આવેદન કરી શકો છો. ઓછામાં ઓછી વય મર્યાદા 21 વર્ષની જ્યારે રિઝર્વ કેટેગરી અનુસાર તેમાં છૂટછાટ પણ મળે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારતમાં IAS બનવા માટે યુપીએસસીની પરિક્ષા આપવી પડે છે. ભારતમાં વિવિધ સેવાઓ જેવી કે IPS,IFS વગેરે માટે ભરતી થાય છે. તેમાં સૌથી વધારે પરિણામ લાવનાર ઉમેદવારોની પ્રથમ પસંદગી IAS હોય છે. યુપીએસસીની પરિક્ષામાં ટોપ રેન્ક મેળવનારા આઈએએસ અધિકારી બને છે. ખાસ કરીને પરિણામ બાદ પસંદગી આપવામાં આવતી હોય છે જેમાં આઈએએસ કેડર લેવાનું ચલણ વધારે છે.

આ પણ વાંચો:  CBIમાં ઓફિસર કેવી રીતે બની શકાય? જાણો અભ્યાસથી લઈને પરિક્ષા સુધીની તમામ માહિતી

યુપીએસસીની પરિક્ષા ત્રણ ભાગમાં લેવામાં આવે છે અને તેમાં પ્રિલિમિનરી, મેઈન્સ અને ઈન્ટરવ્યૂનો સમાવેશ થાય છે. યુપીએસસીની પરિક્ષા પાસ કરવા માટે વર્તમાન પ્રવાહો, આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ, સામાન્ય વિજ્ઞાન, ભારત અને વિશ્વના ઈતિહાસ, ભારતીય રાજનીતિ, બંધારણ, સામાજિક વિકાસ વગેરે મુદ્દાઓ પર સારી એવી પકડ હોવી જરુરી છે. જ્યારે આઈએએસ બને ત્યારે તેમને શરુઆતમાં 56,100 મળે છે જ્યારે તેઓ ભવિષ્યમાં સેક્રેટરી સુધી પહોંચે તો મહિનાનો પગાર 2,50,000 પણ મળતો હોય છે.