આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ આવતા ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસિસ (DGHS) દ્વારા ગ્રુપ B અને C ની ખાલી જગ્યાઓ ભરવા માટે ઓનલાઇન એપ્લિકેશન પ્રોસેસ શરૂ થઈ છે. આ ખાલી જગ્યા માટે રસ ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ hlldghs.cbtexam.in પર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ 10 નવેમ્બર 2023 થી શરૂ થઈ છે.
આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 487 ખાલી જગ્યા ભરવામાં આવશે. ઉમેદવારોએ તેના માટે 600 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે. SC, ST અને મહિલા વર્ગના ઉમેદવારોને અરજી ફી ચૂકવવામાંથી મુક્તિ આપવામાં આવી છે. વધારે માહિતી માટે ઉમેદવારોએ વેબસાઈટ આપવામાં આવેલી સૂચના ધ્યાનથી વાંચવી જોઈએ.
ગ્રુપ B અને C ની ખાલી જગ્યા માટે ઉમેદવારોની ઉંમર 18 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. SC, OBC અને ST કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં નિયમ મૂજબ છૂટછાટ આપવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારોએ ધોરણ 10 અને 12 પાસની સાથે ITI સંબંધિત ટ્રેડમાં ડિગ્રી અને ડિપ્લોમા કરેલું હોવું જોઈએ. આ અંગેની વધારે માહિતી માટે ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લો. જુદી-જુદી પોસ્ટ મૂજબ પગાર 18,000 થી લઈને 1,12,400 રૂપિયા આપવામાં આવશે.
ઉમેદવારોની પસંદગી કોમ્પ્યુટર બેસ્ડ પરીક્ષા દ્વારા કરવામાં આવશે. પરીક્ષા પેટર્નની વાત કરીએ તો પેપરમાં 60 પ્રશ્નો પૂછવામાં આવશે. દરેક પ્રશ્ન માટે 4 ગુણ આપવામાં આવશે. જે 60 મિનિટમાં પૂર્ણ કરવાનું રહે છે.
આ પણ વાંચો : ધોરણ 10 અને 12 તેમજ BA પાસ યુવાઓ માટે પોસ્ટ વિભાગમાં નોકરીની તક, જાણો કેવી રીતે કરવી ઓનલાઈન અરજી