Government Job : વિશ્વ ભારતી શાંતિનિકેતને 106 પોસ્ટ માટે Vacancy, અરજીની છેલ્લી તારીખ 27 ફેબ્રુઆરી

વિશ્વ ભારતી શાંતિનિકેતને રિક્રૂટમેન્ટ 2021 હેઠળ પ્રોફેસર, અસોસિએટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની 106 જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

Government Job : વિશ્વ ભારતી શાંતિનિકેતને 106 પોસ્ટ માટે Vacancy, અરજીની છેલ્લી તારીખ 27 ફેબ્રુઆરી
visva bharati santiniketan ફાઇલ ફોટો
| Updated on: Feb 01, 2021 | 10:30 PM

વિશ્વ ભારતી શાંતિનિકેતને રિક્રૂટમેન્ટ 2021 હેઠળ પ્રોફેસર, અસોસિએટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની 106 જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ પોસ્ટ્સ માટે અરજી કરવા યોગ્ય અને રુચિ ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ visvabharati.ac.in પર જઇને ઓનલાઇન અરજી કરી શકે છે. આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27 ફેબ્રુઆરી છે.

પોસ્ટની સંખ્યા – 106

  • પ્રોફેસર – 33
  • અસોસિએટ પ્રોફેસર – 53
  • આસિસ્ટન્ટ પ્રોફેસર – 20

એલિજિબિલિટી

આ પોસ્ટ્સ પર ભરતી માટે અરજી કરતા ઉમેદવારોની એલિજિબિલિટી જુદા જુદા હોદ્દા અનુસાર બદલાય છે. આવી સ્થિતિમાં, ઉમેદવારો એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે વધુ માહિતી જાણવા ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરી શકે છે.

સેલરી

સિલેક્શન થવા પર ઉમેદવારોને સાતમા પગારપંચ અનુસાર દર મહિને 1.44 લાખ પગાર ચૂકવવામાં આવશે. ઉમેદવારોને કોઈપણ પ્રકારનો TA/DA આપવામાં આવશે નહીં.

એપ્લિકેશન ફી

  • અકેડેમિક લેવલ 14 અને 13 (A) – 2000 રૂપિયા
  • અકેડેમિક લેવલ 10 – 1600 રૂપિયા

મહત્ત્વૂર્ણ માહિતી

ઉમેદવારોએ એપ્લિકેશન સાથે તમામ ડોક્યૂમેન્ટ્સની સેલ્ફ અટેસ્ટેડ કોપી પણ જમા કરાવવાની રહેશે. જે અરજદારોની પસંદગી કરવામાં આવશે તેમણે જોઇન થતાં પહેલાં પોલીસ વેરિફિકેશનમાંથી પસાર થવું પડશે.