GMRCL Recruitment 2021: ગુજરાત મેટ્રો રેલમાં મેનેજરના વિવિધ પદ માટે જાહેર થઈ ભરતી, જાણો સમગ્ર વિગતો

|

Jul 27, 2021 | 2:39 PM

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સિવિલ, સિસ્ટમ્સ, ઇલેક્ટ્રિકલ, રોલિંગ સ્ટોકમાં વિવિધ જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

GMRCL Recruitment 2021: ગુજરાત મેટ્રો રેલમાં મેનેજરના વિવિધ પદ માટે જાહેર થઈ ભરતી, જાણો સમગ્ર વિગતો
ISRO-LPSC Recruitment 2021:

Follow us on

GMRCL Recruitment 2021: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિમિટેડ દ્વારા સિવિલ, સિસ્ટમ્સ, ઇલેક્ટ્રિકલ, રોલિંગ સ્ટોકમાં વિવિધ જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ્સ માટે સત્તાવાર વેબસાઈટ http://www.gujaratmetrorail.com/careers/ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

GMRCની ભરતી સૂચના 2021 મુજબ આ ભરતી અભિયાન દ્વારા કુલ 15 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. પસંદ કરાયેલા ઉમેદવારોને 3 વર્ષથી 5 વર્ષ માટે ‘કરાર’ આધારે નોકરી આપવામાં આવશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓગસ્ટ 2021 છે.

ખાલી જગ્યાની વિગતો

ચીફ જનરલ મેનેજર / જનરલ મેનેજર (સિવિલ): 08 પોસ્ટ્સ
એડિશનલ જનરલ મેનેજર (સિવિલ): 02 પોસ્ટ્સ
એડિશનલ જનરલ મેનેજર (આર્કિટેક્ટ): 01 પોસ્ટ
જોઈન્ટ જનરલ મેનેજર (સિવિલ): 02 પોસ્ટ્સ
જોઇન્ટ જનરલ મેનેજર (આર્કિટેક્ટ): 01 પોસ્ટ
મેનેજર (મલ્ટિ મોડલ એકીકરણ) (ટ્રાન્સપોર્ટ પ્લાનિંગ): 01 પોસ્ટ

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

વય મર્યાદા

જનરલ મેનેજર – 55 વર્ષ
એડિશનલ જનરલ મેનેજર (સિવિલ) – 53 વર્ષ
જોઈન્ટ જનરલ મેનેજર (સિવિલ) – 50 વર્ષ
સીનિયર ડેપ્યૂટી જનરલ મેનેજર (સિવિલ) – 48 વર્ષ
ડેપ્યુટી જનરલ મેનેજર (સિવિલ સુરક્ષા / એમએમઆઈ) – 45 વર્ષ
મેનેજર (સિવિલ / આર્કિટેક્ટ / મલ્ટિ મોડલ એકીકરણ) – 40 વર્ષ

 

આ પણ વાંચો: CLAT Result 2021: ક્લેટ પરીક્ષાના પરિણામની તારીખ અને કાઉન્સિલીંગનું સમયપત્રક થયું જાહેર, જાણો સમગ્ર વિગત

 

આ પણ વાંચો: Sarkari Naukri 2021: લોકસભામાં સીનિયર પ્રોડ્યૂસર સહિત અનેક જગ્યાઓ પર બહાર પડી ભરતી, ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે પસંદગી

Next Article