GMRC Recruitment 2022: ગુજરાત મેટ્રોમાં બમ્પર ભરતી, જાણો લાયકાત અને સંપૂર્ણ વિગતો

|

Jan 14, 2022 | 6:15 PM

Gujarat metro jobs 2022: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC)એ વિવિધ જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે.

GMRC Recruitment 2022: ગુજરાત મેટ્રોમાં બમ્પર ભરતી, જાણો લાયકાત અને સંપૂર્ણ વિગતો
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Gujarat metro jobs 2022: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC)એ વિવિધ જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. ગુજરાત મેટ્રોમાં નોકરી મેળવવાની સુવર્ણ તક છે. આ પોસ્ટ માટે અરજી કરવા માંગતા તમામ ઉમેદવારો છેલ્લી તારીખ પહેલા અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 11 ફેબ્રુઆરી 2022 છે. આ ભરતી અભિયાન (GMRC Recruitment 2022) હેઠળ કુલ 103 ભરતી કરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ગુજરાત મેટ્રોની અધિકૃત વેબસાઇટ, gujaratmetrorail.com પર જઈને પોસ્ટ માટે અરજી કરી શકે છે. તમે એક કરતાં વધુ પોસ્ટ માટે અરજી કરી શકતા નથી. ભરતી સંબંધિત વધુ વિગતો નીચે આપેલ છે.

અલગ-અલગ જગ્યાઓ માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. ઉમેદવારોને શૈક્ષણિક લાયકાત સંબંધિત વધુ વિગતો માટે સૂચના જોવાની સલાહ આપવામાં આવે છે. જે આગળ આપવામાં આવે છે.

ખાલી જગ્યાની વિગતો

કુલ 103 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી
  1. સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજર – 4 જગ્યાઓ
  2. ડેપ્યુટી જનરલ મેનેજર – 4 જગ્યાઓ
  3. મેનેજર સિવિલ – 17 જગ્યાઓ
  4. આસિસ્ટન્ટ મેનેજર – 6 જગ્યાઓ
  5. જનરલ મેનેજર – 8 જગ્યાઓ
  6. એડિશનલ જનરલ મેનેજર – 1 જગ્યા
  7. સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજર – 5 જગ્યાઓ
  8. ડેપ્યુટી જનરલ મેનેજર 16 જગ્યાઓ
  9. મેનેજર – 21 જગ્યાઓ
  10. એન્જિનિયર સિનિયર ગ્રેડ ગ્રેડ – 4 જગ્યાઓ

પસંદગી પ્રક્રિયા

મળેલી અરજીઓના આધારે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. તે પછી શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. ઈન્ટરવ્યુની વિગતો ઈ-મેલ અથવા મોબાઈલ દ્વારા જણાવવામાં આવશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ અરજી કરતા પહેલા નોટિફિકેશનમાં આપેલી લાયકાતને ધ્યાનમાં રાખે. અયોગ્ય ઉમેદવારોની અરજી નામંજૂર કરવામાં આવશે.

સત્તાવાર નોટિફિકેશન ચકાસવા અહિં ક્લિક કરો

કરારની નિમણૂક પ્રારંભિક ધોરણે ઓછામાં ઓછા 03 વર્ષથી 05 વર્ષની મુદત માટે એક્સટેન્ડેબલ ધોરણે હશે. નિમણૂકનો કરાર કોઈપણ પક્ષ દ્વારા 30 દિવસ (આસિસ્ટન્ટ મેનેજર કેડર સુધી) અથવા 90 દિવસ (મેનેજર અને ઉપરની સંવર્ગ) નોટિસ આપીને અથવા નોટિસ અવધિના બદલામાં કરાર આધારિત મહેનતાણું/પગાર ચૂકવીને સમાપ્ત કરી શકાય છે.

આ પણ વાંચો: CTET 2021: CTET પરીક્ષાના ઉમેદવારો માટે મહત્વપૂર્ણ માહિતી, CBSEએ નવી નોટિસ કરી જાહેર

આ પણ વાંચો: NEET UG Counselling 2021: NEET UG કાઉન્સેલિંગ 19 જાન્યુઆરીથી શરૂ થશે, સ્વાસ્થ્ય મંત્રીએ આપી જાણકારી

Next Article