GATE 2022 Answer Key 2022: IIT ખડગપુરે GATE પરીક્ષાની ફાઈનલ આન્સર કી થઈ જાહેર, આ રીતે કરો ચેક

|

Mar 17, 2022 | 5:58 PM

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ખડગપુરએ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટની ફાઈનલ આન્સર કી અને પ્રશ્નપત્ર આજે 17 ફેબ્રુઆરી 2022ના રોજ બહાર પાડ્યું છે.

GATE 2022 Answer Key 2022: IIT ખડગપુરે GATE પરીક્ષાની ફાઈનલ આન્સર કી થઈ જાહેર, આ રીતે કરો ચેક
પ્રતિકાત્મક તસવીર

Follow us on

GATE 2022 Answer Key 2022: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ખડગપુર (IIT Kharagpur)એ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટની ફાઈનલ આન્સર કી અને પ્રશ્નપત્ર આજે 17 ફેબ્રુઆરી 2022ના રોજ બહાર પાડ્યું છે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ – gate.iitkgp.ac.in પર GATE માસ્ટર પ્રશ્નપત્ર અને આન્સર કી ચકાસી શકે છે. આ અંતિમ આન્સર-કીના આધારે GATE 2022 પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે, ઉમેદવારોને જાણ કરવામાં આવે છે કે કોઈપણ પ્રશ્નના કિસ્સામાં તેઓ તેમના GATE સ્કોરને વધુ સારી રીતે સમજવા માટે આ કી વડે તેમના જવાબોને ક્રોસ-ચેક કરી શકે છે.

આ વખતે GATE ફાઇનલ આન્સર કી માટે ઉમેદવારોને તેમના GATE 2022 એડમિટ કાર્ડની જરૂર નથી. તેઓ અહીં આપેલી સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયાનો ઉપયોગ કરીને અથવા સીધી લિંકથી આ દસ્તાવેજોને સરળતાથી એક્સેસ કરી શકે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ખડગપુરે એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ (GATE) પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી છે તેઓ સત્તાવાર વેબસાઇટ-gate.iitkgp.ac પર જઈને પરિણામ જોઈ શકે છે. પરિણામ વેબસાઈટ પર ઉપલબ્ધ છે. જો કે GATE 2022નું સ્કોર કાર્ડ અત્યારે ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું નથી. તમે 21 માર્ચ સુધી સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

ફાઈનલ આન્સર કી કેવી રીતે ડાઉનલોડ કરવી

1. GATE 2022 વેબસાઇટ- gate.iitkgp.ac.in ની મુલાકાત લો.
2. અંતિમ ગેટ આન્સર કી લિંક પર ક્લિક કરો.
3. અંતિમ પેપર મુજબની આન્સર કી લિંક્સ સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
4. ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટઆઉટ લો.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

ઉમેદવારો માટે GATE પરીક્ષામાં બેસવાનું સૌથી સામાન્ય કારણ સમગ્ર દેશમાં NITs, IITs અને IIITs માં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાનું છે. દરેક સંસ્થા તેની પોતાની એડમિશન કટઓફ બહાર પાડે છે. જેના માટે દરેક ઉમેદવારે ક્વોલિફાઈંગ કટઓફ સાથે ક્વોલિફાય કરવું પડશે. GATE 2022 કટઓફના લઘુત્તમ માપદંડોને પૂર્ણ કરનારા ઉમેદવારો આગળના અભ્યાસ માટે વિદેશમાં પણ અભ્યાસ કરી શકે છે. સિંગાપોર અને જર્મની જેવા દેશોની યુનિવર્સિટીઓ તેમના દેશમાં અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે GATE સ્કોર્સ સ્વીકારે છે.

આ પણ વાંચો: Bihar Board 12th Result 2022: બિહાર બોર્ડે બનાવ્યો રેકોર્ડ, પ્રથમ વખત 19 દિવસમાં જાહેર કર્યુ પરિણામ

આ પણ વાંચો: Corona Virus: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,539 કેસ, 60 દર્દીઓના મોત, એક્ટિવ કેસની સંખ્યા 30 હજારથી વધુ

Next Article