GANDHINAGAR : સ્થાનિક ચૂંટણીને પગલે GPSC પરીક્ષાની તારીખોમાં ફેરફાર

|

Feb 02, 2021 | 7:12 PM

GANDHINAGAR : રાજયમાં સ્થાનિક ચૂંટણીની તારીખોને કારણે જીપીએસસીની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

GANDHINAGAR : રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ત્યારે ચૂંટણીની તારીખોને કારણે જીપીએસસીની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં વર્ગ 1 અને 2ની મુખ્ય પરીક્ષાની તારીખોમાં બદલાવ કરવામાં આવ્યો છે. 14 – 16 અને 18 ફેબ્રુઆરીના રોજ લેવાનારી પરીક્ષાની તારીખો બદલાઈ છે. હવે પછી 9 -12 અને 14 માર્ચના રોજ આ પરીક્ષા યોજાશે. જયારે 14 માર્ચના રોજ લેવાનારી પરીક્ષા 11 એપ્રિલના રોજ લેવાશે.

 

Published On - 5:45 pm, Tue, 2 February 21

Next Video