FSSAI Admit Card 2022: ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ 7મા ફૂડ એનાલિસ્ટ અને ચોથા જૂનિયર ફૂડ એનાલિસ્ટની જગ્યાઓ માટે પરીક્ષા માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. જે ઉમેદવારોએ પરીક્ષા માટે અરજી કરી છે તેઓ FSSAIની સત્તાવાર વેબસાઇટ fssai.gov.in પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. કમ્પ્યુટર આધારિત લેખિત પરીક્ષા 17 થી 20 જાન્યુઆરી, 2022 દરમિયાન યોજાવાની છે. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમે નીચે આપેલા સ્ટેપ ફોલો કરી શકો છો.
અહેવાલો મુજબ, 171056 ઉમેદવારોએ ભરતી અભિયાન માટે અરજી કરી છે. ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી, ઇન્ટરવ્યુ અને દસ્તાવેજ ચકાસણી રાઉન્ડમાં તેમના પ્રદર્શનના આધારે કરવામાં આવશે. ભરતી અભિયાનનો ઉદ્દેશ્ય ટેકનિકલ ઓફિસર અને અન્ય પોસ્ટ માટે 233 ખાલી જગ્યાઓ ભરવાનો છે. FSSAI એડમિટ કાર્ડ 2021 ડાઉનલોડ કરવા માટે જરૂરી ઓળખપત્રો ઈમેલ આઈડી અથવા યુઝર આઈડી, પાસવર્ડ અને સુરક્ષા કોડ છે. લેખિત પરીક્ષા સવારે 9 થી 12 અને બપોરે 2 થી 5 એમ બે શિફ્ટમાં લેવામાં આવશે.
એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા પછી, આપેલ તમામ માહિતીને સારી રીતે વાંચો. જો એડમિટ કાર્ડમાં કોઈ ભૂલ હોય તો વિભાગનો સંપર્ક કરીને તેને સુધારી શકાય છે. પરીક્ષા સંબંધિત વધુ વિગતો માટે ઉમેદવારોને વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો: Success Story: 14 વર્ષની ઉંમરે થયા લગ્ન, બે બાળકો અને પરિવારની સંભાળ રાખતા એન અંબિકા બન્યા IPS ઓફિસર