DRDO Recruitment 2022: ડીઆરડીઓમાં JRF વેકેન્સી, નોટિફિકેશન જોઈને અહીં કરો એપ્લાય

|

Jul 02, 2022 | 7:05 PM

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને (DRDO) 7 JRF પોસ્ટ માટે વેકેન્સી બહાર પાડી છે. ઓફિશિયલ વેબસાઇટ drdo.gov.in દ્વારા અહીં એપ્લાય કરી શકો છો.

DRDO Recruitment 2022: ડીઆરડીઓમાં JRF વેકેન્સી, નોટિફિકેશન જોઈને અહીં કરો એપ્લાય
DRDO

Follow us on

DEBEL, DRDO Recruitment: ડિફેન્સ બાયોએન્જિનિયરિંગ એન્ડ ઈલેક્ટ્રોમેડિકલ લેબોરેટરી (DEBEL), ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ JRF પોસ્ટ માટે વેકેન્સી બહાર પાડી છે. રસ ધરાવતા ઉમેદવારો DRDOની ઓફિશિયલ વેબસાઈટ drdo.gov.in દ્વારા ઓનલાઈન એપ્લાય કરી શકો છે. આ ભરતી અભિયાન અંતર્ગત 7 જગ્યાઓ ભરવામાં આવશે. એપ્લાય કરવાની છેલ્લી તારીખ રોજગાર સમાચારમાં આ પોસ્ટ માટે જાહેરાત પ્રકાશિત થયાના 15 દિવસ પછીની રહેશે. આવામાં ચાલો આ પોસ્ટ પર ભરતી માટે યોગ્યતા, સિલેક્શન પ્રોસેસ અને અન્ય જાણકારીઓ વિશે જાણીએ.

DRDOમાં આ પદો માટે એપ્લાય કરનારા ઉમેદવારો પાસે એન્જિનિયરિંગમાં બીઈ/બીટેક ડિગ્રી હોવી જરૂરી છે. આ સાથે ઉમેદવારે ફર્સ્ટ ડિવીઝન સાથે નેટ/ગેટ એક્ઝામ ક્વોલિફાય હોવો જોઈએ. અહીં નોંધનીય બાબત એ છે કે આ પદો માટે એપ્લાય કરનાર ઉમેદવારની તમામ ક્વોલિફિકેશન કોઈ માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી હોવી જોઈએ. આ પદો માટે એપ્લાય કરનાર ઉમેદવારની ઉંમર 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જુનિયર રિસર્ચ ફેલો (JRF) માટેની ફેલોશિપ શરૂઆતમાં બે વર્ષ માટે હશે, જેમાં દર મહિને રૂ. 31,000 આપવામાં આવશે અને નિયમો મુજબ ઘરનું ભાડા ભથ્થું હશે.

Direct Notification Link

આ પણ વાંચો

DEBEL, DRDO ભરતીની પસંદગી પ્રક્રિયા

આ પદો માટે સિલેક્શન ઓનલાઈન અથવા ઓફલાઈન ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. એવુ કહેવામાં આવ્યું છે કે એપ્લિકેશનની સ્ક્રીનીંગ એક સ્ક્રીનીંગ કમિટી દ્વારા કરવામાં આવશે. આ પછી શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોનો ઈન્ટરવ્યુ અથવા વેબ-આધારિત વીડિયો કોન્ફરન્સ દ્વારા અથવા ઓફલાઈન મોડમાં લેવામાં આવશે. ઈન્ટરવ્યુનું શેડ્યુલ ઈમેઈલ દ્વારા પહેલાથી ઉમેદવારને આપવામાં આવશે.

ડીઆરડીઓ દેશની રક્ષા સાથે જોડાયેલી એક ટોપ ઈન્સ્ટીટ્યુશન છે. અહીં રક્ષા સંબંધિત વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. DRDOએ રક્ષા મંત્રાલયની આર એન્ડ ડી (રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ) વિંગ છે. તેનું કામ આધુનિક શસ્ત્રો તૈયાર કરવાનું છે. આ સિવાય ડીઆરડીઓ ઈલેક્ટ્રોનિક્સ, રક્ષા ઉપકરણ, દારૂગોળો, એરોનોટિક્સ સેક્ટરમાં રિસર્ચ કાર્ય કરે છે. ડીઆરડીઓ પાસે 50 થી વધુ લેબ છે. હાલમાં અહીં લગભગ 30 હજાર લોકો કામ કરી રહ્યા છે. તેમાં 5000 વૈજ્ઞાનિકો સામેલ છે.

Next Article