CUET PGનું પરિણામ આવતીકાલે થશે જાહેર, આ રીતે ચેક કરો પરિણામ

|

Sep 25, 2022 | 2:51 PM

દેશની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં પ્રવેશ માટે લેવાનારી કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે CUET PG પરીક્ષાના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે.

CUET PGનું પરિણામ આવતીકાલે થશે જાહેર, આ રીતે ચેક કરો પરિણામ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

દેશની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં પ્રવેશ માટે લેવાનારી કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે CUET PG પરીક્ષાના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ એમ જગદેશ કુમારે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. જગદીશ કુમારે જણાવ્યું કે, CUET PG પરીક્ષાનું પરિણામ આવતીકાલે એટલે કે 26 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવશે. સાંજે 4 વાગ્યા સુધીમાં પરિણામ જાહેર થશે. પરિણામ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ cuet.nta.nic.in પર જઈને પરિણામ ચકાસી શકશે.

CUET PG પરીક્ષા 1 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર દરમિયાન બે શિફ્ટમાં લેવામાં આવી હતી. આ પરીક્ષા દ્વારા તમે પીજી કોર્સમાં એડમિશન લઈ શકશો. આ પરીક્ષામાં બેસનાર ઉમેદવારો નીચે આપેલા પગલાઓ પરથી પરિણામ ચકાસી શકશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

UGC ચેરમેને ટ્વીટ કરીને માહિતી આપી

CUET PG પરિણામ કેવી રીતે તપાસવું?

  • CUET PG પરિણામ તપાસવા માટે, સત્તાવાર વેબસાઇટ cuet.nta.nic.in ની મુલાકાત લો.
  • હોમપેજ પર, તમારે CUET PG પરિણામ 2022 લિંક પર ક્લિક કરવું પડશે.
  • અહીં લોગિન ઓળખપત્ર દાખલ કરો અને સબમિટ બટન દબાવો.
  • હવે તમે તમારી સ્ક્રીન પર પરિણામ જોઈ શકશો.
  • પરિણામ તપાસો અને તેને ડાઉનલોડ કરો.
  • પરિણામની હાર્ડ કોપીની પ્રિન્ટ આઉટ લો.

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) એ 42 કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે સામાન્ય પ્રવેશ પરીક્ષાની જાહેરાત કરી છે. CUET UG થી વિપરીત, અનુસ્નાતક પ્રવેશ માટે CUET-PG અપનાવવા માટે યુનિવર્સિટી પર કોઈ દબાણ નથી. દિલ્હી યુનિવર્સિટી અને જામિયા મિલિયા ઇસ્લામિયા આ વર્ષે CUET PGને અપનાવી રહ્યાં નથી.

Next Article