CTET 2021 admit card: CBSE CTET 2021 એડમિટ કાર્ડ થયું જાહેર, અહીં સીધી લિંક દ્વારા કરો ડાઉનલોડ

CTET admit card 2021 download: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે, CTET 2021 માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે.

CTET 2021 admit card: CBSE CTET 2021 એડમિટ કાર્ડ થયું જાહેર, અહીં સીધી લિંક દ્વારા કરો ડાઉનલોડ
CTET 2021 Admit Card
| Edited By: | Updated on: Jan 11, 2022 | 4:49 PM

CTET admit card 2021 download: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે, CTET 2021 માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. CTET એડમિટ કાર્ડ 2021 માટેની લિંક CBSE CTETની સત્તાવાર વેબસાઇટ ctet.nic.in પર સક્રિય કરવામાં આવી છે.

જે ઉમેદવારોએ આ પરીક્ષા માટે અરજી કરી હતી તેઓ હવે તેમનું CTET એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. CTET એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તે નીચે આપેલ છે. આ સાથે એડમિટ કાર્ડની સીધી લિંક પણ આપવામાં આવી છે. તમે તે લિંક પર ક્લિક કરીને તમારી CTET હોલ ટિકિટ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. CBSEએ હમણાં જ CTET ડિસેમ્બર 2021 પરીક્ષાનું એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. આ પરીક્ષા 17મી જાન્યુઆરી 2022થી શરૂ થઈ રહી છે.

એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું

  1. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ- ctet.nic.in પર જાઓ.
  2. વેબસાઈટના હોમ પેજ પર તમારે ન્યૂઝ એન્ડ ઈવેન્ટ્સ વિભાગમાં જવું પડશે.
  3. આમાં, તમારે એડમિટ કાર્ડની લિંક પર જવું પડશે.
  4. હવે રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ નાખીને લોગીન કરો.
  5. લોગિન કર્યા પછી એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે.
  6. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ લેવાનું ભૂલશો નહીં.

CTET ડિસેમ્બર 2021ની પરીક્ષા CBSE દ્વારા 17 જાન્યુઆરી 2022 અને 21 જાન્યુઆરી 2022ના રોજ લેવામાં આવશે. 17 જાન્યુઆરીએ પરીક્ષા માત્ર એક જ શિફ્ટમાં લેવામાં આવશે. જ્યારે 21 જાન્યુઆરીએ CTET પરીક્ષા બે શિફ્ટમાં લેવાશે. પ્રથમ શિફ્ટ સવારે 9.30 થી બપોરે 12 વાગ્યા સુધી ચાલશે. બીજી શિફ્ટની પરીક્ષા બપોરે 2.30 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.

જણાવી દઈએ કે CBSE CTET ડિસેમ્બર 2021ની પરીક્ષા અગાઉ 16 અને 17 ડિસેમ્બર 2021ના રોજ યોજાવાની હતી. પરંતુ હવે આ પરીક્ષાઓ 17 અને 21 જાન્યુઆરીએ લેવામાં આવી રહી છે. CBSE એ સોમવારે, 10 જાન્યુઆરી 2022 ના રોજ આ સંબંધમાં નોટિસ જાહેર કરી છે.

ડાયરેક્ટ લિંક પરથી CTET 2021 એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

આ પણ વાંચો: History of BHU: BHUની સ્થાપના મહામના મદનમોહન માલવિયા દ્વારા થઈ, જાણો 105 વર્ષ જૂની યુનિવર્સિટી ઈતિહાસ

આ પણ વાંચો: NEET UG 2021: સુપ્રીમ કોર્ટે NTA દ્વારા OMR શીટ્સ સાથે ચેડા કરવાના દાવાને ફગાવી દીધા