
CAT Result 2021: કોમન એડમિશન ટેસ્ટ (CAT Exam 2021)માં બેસનાર ઉમેદવારોની રાહ પૂરી થઈ શકે છે. CAT 2021નું પરિણામ આજે એટલે કે 03 જાન્યુઆરી 2021ના રોજ જાહેર થઈ શકે છે. આવી સ્થિતિમાં, CAT પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ iimcat.ac.in પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.
IIM અમદાવાદ દ્વારા પરિણામ જાહેર કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. IIM અમદાવાદ દ્વારા કોમન એડમિશન ટેસ્ટ (CAT Exam 2021) પરીક્ષાની આન્સર કી પહેલેથી જ બહાર પાડવામાં આવી છે.
CAT 2021 પરીક્ષા IIM અમદાવાદ દ્વારા 28 નવેમ્બર 2021 ના રોજ લેવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, CAT 2021માં 2 લાખથી વધુ ઉમેદવારોએ હાજરી આપી હતી. આ પછી, સંસ્થાએ 8 ડિસેમ્બરે CAT 2021 ની આન્સર કી જારી કરી હતી, જેમાં 11 ડિસેમ્બર સુધી ઉમેદવારો પાસેથી વાંધાઓ મંગાવવામાં આવ્યા હતા. આ વાંધાઓની સમીક્ષા કર્યા પછી, હવે CAT પરિણામ 2021 જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ દરમિયાન જાહેર થવાની સંભાવના છે.
વર્ષે 2021માં મેનેજમેન્ટ એન્ટ્રન્સ પરીક્ષા માટે કુલ 2.30 લાખ ઉમેદવારોએ અરજી કરી હતી અને 85 ટકા હાજરી નોંધાઈ હતી. CAT પરિણામ 2021 ની ઘોષણા પછી, IIMs CAT કટ-ઓફના આધારે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરશે. CAT 2021 પરિણામની વિગતો અને અપડેટ્સ માટે, વેબસાઇટ- iimcat.ac.in ની મુલાકાત લો.