CAT Exam Answer Key 2021: CAT પરીક્ષાની આન્સર કી થઈ જાહેર, આ રીતે કરો ચેક

|

Dec 08, 2021 | 1:30 PM

CAT Exam Answer Key 2021: IIM અમદાવાદ દ્વારા કોમન એડમિશન ટેસ્ટ (CAT Exam 2021) પરીક્ષાની આન્સર કી બહાર પાડવામાં આવી છે.

CAT Exam Answer Key 2021: CAT પરીક્ષાની આન્સર કી થઈ જાહેર, આ રીતે કરો ચેક
CAT Exam Answer Key 2021

Follow us on

CAT Exam Answer Key 2021: IIM અમદાવાદ દ્વારા કોમન એડમિશન ટેસ્ટ (CAT Exam 2021) પરીક્ષાની આન્સર કી બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેઓ આન્સર કી તપાસવા માટે IIM અમદાવાદની સત્તાવાર વેબસાઇટ iimcat.ac.in પર જઈ શકે છે.

વેબસાઈટ પર લિંક એક્ટિવેટ થઈ ગઈ છે, આન્સર કી લિંક 11મી ડિસેમ્બરે સાંજે 5 વાગ્યા સુધી એક્ટિવ રહેશે. તેથી, ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સાંજે 5 વાગ્યા પહેલા આન્સર કી ડાઉનલોડ કરી લે. CAT પરીક્ષા 28 નવેમ્બરે વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી.

આ રીતે કરો ડાઉનલોડ

  1. સૌ પ્રથમ, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ iimcat.ac.in પર જાઓ.
  2. હોમ પેજ પર આપેલ CAT આન્સર કી 2021 માટેની લિંક પર ક્લિક કરો.
  3. તમારું યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરો.
  4. તે પછી આન્સર કી તમારી સ્ક્રીન પર આવશે.
  5. હવે આન્સર કી તપાસો અને ડાઉનલોડ કરો.

મીડિયા અહેવાલો અનુસાર આન્સર કી વાંધાઓના સમાધાન પછી અંતિમ આન્સર કી જાહેર કરવામાં આવશે. આન્સર કી પર વાંધો હોવાના કિસ્સામાં ઉમેદવારો પરીક્ષા પોર્ટલ પર લૉગ ઇન કરી શકે છે અને નોંધણી કરાવી શકે છે. વાંધો દાખલ કરવાની છેલ્લી તારીખ 11 ડિસેમ્બર 2021 સાંજે 5 વાગ્યા સુધી છે. CAT પરિણામ 2021 જાન્યુઆરી 2022 ના પ્રથમ સપ્તાહમાં જાહેર થવાની સંભાવના છે. જોકે, IIM અમદાવાદ દ્વારા પરિણામની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે, આ પરીક્ષા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 4 ઓગસ્ટ 2021થી શરૂ થઈ હતી અને 22 સપ્ટેમ્બર 2021 સુધી ચાલી હતી.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

1.92 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી

IIM અમદાવાદ દેશભરની વિવિધ IIM સહિત સરકારી કોલેજોમાં મેનેજમેન્ટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષાનું આયોજન કરે છે. આ વખતે કોમન એડમિશન ટેસ્ટ એટલે કે, CAT પરીક્ષા 28 નવેમ્બર 2021ના રોજ લેવામાં આવી હતી. IIM દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ અનુસાર, 1.92 લાખ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી, જેમાંથી 35 ટકા મહિલાઓ, 65 ટકા પુરુષો અને 2 ઉમેદવારો ટ્રાન્સજેન્ડર છે. ઉમેદવારોને પરીક્ષા સંબંધિત અપડેટ્સ માટે વેબસાઇટ પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.

 

આ પણ વાંચો: NTPC Jobs: NTPCમાં નોકરી મેળવવાની તક, માસ કોમ્યુનિકેશન અને IT કરેલા માટે ભરતી

આ પણ વાંચો: Agriculture Engineeringમાં ઉત્તમ કારકિર્દી બનાવો, તમને તરત જ મળશે નોકરી, જાણો તમામ વિગતો

Published On - 11:50 am, Wed, 8 December 21

Next Article