Budget 2022: બજેટમાં ડિજિટલ યુનિવર્સિટી અને 60 લાખ નવી નોકરીઓનું વચન આપવામાં આવ્યું છે, જુઓ કેવી છે વિદ્યાર્થીઓની પ્રતિક્રિયા

|

Feb 01, 2022 | 4:08 PM

Budget 2022: નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરતા, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શિક્ષણ, રોજગાર, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે ઘણી મોટી અને મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી.

Budget 2022: બજેટમાં ડિજિટલ યુનિવર્સિટી અને 60 લાખ નવી નોકરીઓનું વચન આપવામાં આવ્યું છે, જુઓ કેવી છે વિદ્યાર્થીઓની પ્રતિક્રિયા
Finance MinisterNiramala

Follow us on

Budget 2022: નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરતા, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) શિક્ષણ, રોજગાર, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે ઘણી મોટી અને મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. નાણામંત્રીએ બજેટની જાહેરાતમાં 60 લાખ નવી નોકરીઓનું વચન આપ્યું છે. આ સાથે વર્લ્ડ ક્લાસ ડિજિટલ યુનિવર્સિટી અને પીએમ ઈ-વિદ્યા હેઠળ વન ક્લાસ વન ચેનલની સ્કીમને વધારીને 200 ચેનલ્સ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષની જેમ, શિક્ષણ બજેટ (Budget 2022 Education Sector)ને લઈને ઘણી અપેક્ષાઓ હતી. બજેટ રજૂ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે.

કોરોના વાયરસના કારણે શાળા લગભગ બે વર્ષથી બંધ છે, તેની બાળકોના શિક્ષણ પર મોટી અસર પડી છે. આવી સ્થિતિમાં આ સામાન્ય બજેટથી શિક્ષણ ક્ષેત્રે શું ફાયદો થશે તેની વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કેન્દ્રીય બજેટ 2022 ની જાહેરાત વચ્ચે, ઇન્ટરનેટ પર કેટલાક મીમ્સ અને જોક્સ વાયરલ થઈ રહ્યા છે. ચાલો જોઈએ કે લોકોની પ્રતિક્રિયા શું છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

200 ચેનલો ખોલવાની જાહેરાત

પીએમ ઈ-વિદ્યા હેઠળ બાળકો માટે વન ક્લાસ વન ચેનલની યોજના હવે વધારીને 200 ચેનલો કરવામાં આવશે. આ જાહેરાત પર સોશિયલ મીડિયા પર લોકોએ શિક્ષકની ખાલી જગ્યા પર સવાલ ઉઠાવ્યા છે.

મેક ઇન ઇન્ડિયા હેઠળ 60 લાખ નોકરીઓ

સરકારે બજેટમાં યુવાનોને રાહત આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે 60 લાખ નવી નોકરીઓની જાહેરાત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે, 30 લાખ વધારાની નોકરીઓ ઉપલબ્ધ કરાવવાની સંભાવના છે. નિર્મલા સીતારમણે કહ્યું કે, આત્મનિર્ભર ભારત અંતર્ગત 16 લાખ નોકરીઓ આપવામાં આવશે. મેક ઇન ઇન્ડિયા હેઠળ 60 લાખ નોકરીઓ આવશે. આ સમાચાર પર મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે.

ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના

ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ડિજિટલ યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવશે. જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને વિશ્વ કક્ષાનું ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો રહેશે. આ ડિજિટલ યુનિવર્સિટીમાં ઘણી ભાષાઓ શીખવવામાં આવશે. વિદ્યાર્થીઓએ ડિજિટલ શિક્ષણ લેવા માટે ઈન્ટરનેટની કિંમત પર સવાલ ઉઠાવ્યા છે.

આ પણ વાંચો: Budget 2022: બજેટમાં ટેક્નોલોજી અને આઈટી સેક્ટર માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી આ જાહેરાત

આ પણ વાંચો: Budget 2022: MSME સેક્ટર અને સ્ટાર્ટઅપ્સ માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી આ વાત

Published On - 3:30 pm, Tue, 1 February 22

Next Article