Board Exams 2021 : પરીક્ષા પહેલા PM મોદીએ Exam Warriors પુસ્તકની નવી આવૃતિ રજુ કરી

Board Exams 2021 : બોર્ડ પરીક્ષાઓ પહેલા પ્રધનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે પોતાના પુસ્તક એગ્ઝામ વોરિયર્સનો નવો ભાગ જાહેર કર્યો છે. પુસ્તકના નવા ભાગની ઘોષણા કરતા પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી.

Board Exams 2021 : પરીક્ષા પહેલા PM મોદીએ Exam Warriors પુસ્તકની નવી આવૃતિ રજુ કરી
Exam warriors book
| Edited By: | Updated on: Mar 30, 2021 | 8:54 AM

Board Exams 2021 : બોર્ડ પરીક્ષાઓ પહેલા પ્રધનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે પોતાના પુસ્તક એગ્ઝામ વોરિયર્સનો ( Exam Warriors ) નવો ભાગ જાહેર કર્યો છે. પુસ્તકના નવા ભાગની ઘોષણા કરતા પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે એગ્ઝામ વોરિયર્સનો તાજો ભાગ વિધાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોના બહુમૂલ્ય ઇનપુટથી સમૃધ્ધ છે. પીએમ મોદીએ એ પણ કહ્યું છે કે એગ્ઝમા વોરિયર્સના નવા ભાગમાં પર્યાપ્ત નવા ભાગ જોડવામાં આવ્યા છે અને ખાસ કરીને શિક્ષકો અને વિધાર્થીઓને તે પસંદ આવશે.

 

પીએમ મોદીએ ટ્વીટ કરીને જાણકારી આપતા કહ્યું કે એગ્ઝામ વોરિયર્સનો નવો ભાગ હવે ઉપલબ્ધ છે. પીએમ મોદીએ કહ્યું કે આમાં વિધાર્થી અને વાલીઓ માટે આકર્ષિત ગતિવિધિઓ છે કારણ કે વોરિયર્સ નવા ભાગને વિધાર્થીઓ ,વાલીઓ અને શિક્ષકોની મૂલ્યવાન જાણકારી સાથે સમૃધ્ધ કરવામાં આવ્યા છે. આમાં નવા ભાગને જોડવામાં આવ્યા છે જે વિશેષ રુપથી વાલીઓ અને શિક્ષકોને વધારે પસંદ આવશે.

 

 

એગ્ઝામ વોરિયર્સના નવા ભાગની વાત કરતા પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે  પરીક્ષાની સીઝન શરુ થાય છે મને આ જાણકારી આપતા ખુશી થઇ રહી છે કે એગ્ઝામ વોરિયર્સનો નવો ભાગ હવે ઉપ્લબ્ધ છે. પુસ્તકમાં નવા મંત્રો અને કેટલીક રોચક ગતિવિધિયો છે. પુ્સ્તક પરીક્ષા પહેલા તણાવમુક્ત રહેવાની જરુરિયાતની પુષ્ટિ કરે છે.

 

 

પરીક્ષા પર ચર્ચા 2021 દરમ્યાન પીએમ મોદી વિધાર્થીઓ સાથે કરશે વાત 

 

પીએમ મોદીએ આગામી બોર્ડ પરીક્ષા અને શૈક્ષણિક તણાવથી છૂટકારો મેળવવાની રીત બાબતે સૂચન આપતા કહ્યું કે પરીક્ષા પર ચર્ચા 2021 દરમ્યાન વિધાર્થી, વાલીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરશે. જો કે હજી આયોજનની તારીખની ઘોષણા કરવામાં આવી નથી,

 

આપને જણાવી દઇએ કે પીએમ મોદીના આ પુસ્તકમાં આકર્ષિત ચિત્રણ , ગતિવિધિઓ અને યોગ અભ્યાસ છે. આ પુસ્તક વિશુધ્ધ રુપથી અંકો પર નહી પરંતુ જ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કરીને તણાવ મુક્ત પરીક્ષાઓમાં કેવી રીતે ભાગ લેવો તેના પર આધારિત છે. એક વર્ષ પહેલા ડિસેમ્બર 2019માં સામાજિક ન્યાય મંત્રી થાવરચંદ ગહેલોતે પીએમ મોદીના આ પુસ્તકનું વિમોચન કર્યુ હતું