હવે બાળકોને દિલ્હીની દક્ષિણ MCDની શાળાઓમાં ભગવદ ગીતાના પાઠ (Bhagavad Gita Lessons in School) ભણાવવામાં આવશે. શિક્ષણ સમિતિ દ્વારા દક્ષિણ MCDની શાળાઓમાં ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. સમિતિએ તેની એક શાળાનું નામ સ્વર્ગસ્થ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતના નામ પર રાખવાનો પણ નિર્ણય કર્યો છે.
ગયા અઠવાડિયે દક્ષિણ MCD ખાતે શિક્ષણ સમિતિ દ્વારા રજૂ કરાયેલા બજેટ પ્રસ્તાવમાં જણાવાયું હતું કે, “ઇસ્કોનની મદદથી કોર્પોરેશનની શાળાઓમાં દર 15 દિવસે બેગ-મુક્ત દિવસોમાં એક કલાક ભગવદ ગીતા ભણાવવામાં આવશે એવો પ્રસ્તાવ છે. દક્ષિણ MCDના મેયર મુકેશ સુર્યને કહ્યું કે, શાળાઓમાં ગીતા શીખવવાની અને તેનું વિતરણ કરવાની યોજના છે.
શિક્ષણ સમિતિના ચેરપર્સન અને દ્વારકાના કાઉન્સિલર નીતિકા શર્માએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી શાળાઓ ફરી ન ખુલે ત્યાં સુધી આ વર્ગો ઓનલાઈન રહેશે. તેમણે કહ્યું કે ઇસ્કોન મંદિરે પણ “ગીતાના પાઠ શીખવવામાં” રસ દાખવ્યો છે. તેમણે કહ્યું, ‘અટલજીના જન્મદિવસ પર ફર્સ્ટ ક્લાસ વર્ચ્યુઅલ રીતે 25 ડિસેમ્બરે યોજાશે. શર્માએ કહ્યું, “ભગવદ ગીતા જીવનની કળા શીખવે છે કે આજની દુનિયામાં વ્યક્તિ કેવી રીતે અર્થપૂર્ણ જીવન જીવી શકે છે… તે બાળકોને પણ મદદ કરશે જેઓ એકાગ્રતાના અભાવ જેવી સમસ્યાઓનો સામનો કરે છે.”
દ્વારકા સેક્ટર 3માં આવેલી એક શાળાનું નામ સીડીએસ રાવતના નામ પર રાખવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે. ઠરાવમાં જણાવાયું છે કે વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના કેળવાય તે માટે શહીદોની જીવનકથાઓનો પણ અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે. અન્ય જે દરખાસ્તો કરવામાં આવી છે તેમાં તમામ શાળાઓમાં સાયન્સ ક્લબની સ્થાપના, વિશેષ શિક્ષકોની નિમણૂક અને સ્પોર્ટ્સ સેલ બનાવવાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: NCL Recruitment 2021: આવતીકાલે એપ્રેન્ટિસની જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ, 1295 જગ્યાઓ પર ભરતી થશે
આ પણ વાંચો: Youngest UPSC Toppers: દેશના 5 સૌથી યુવા IAS ઓફિસર, જાણો આ UPSC ટોપર વિશે