
બીએ પાસ કરેલા સ્ટ્યુડન્ટ માટે બેંકમાં ઓફિસર બનવાની સુવર્ણ તક છે. સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) એ આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ ‘A’ (જનરલ સ્ટ્રીમ) ઓફિસરની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ જગ્યાઓ માટે અરજીઓ કરવામાં આવી રહી છે અને છેલ્લી તારીખ નજીક છે.
આવી સ્થિતિમાં રસ ધરાવતા ઉમેદવારો જેમણે હજુ સુધી આ જગ્યાઓ માટે અરજી કરી નથી. તેઓ બેંકની ઓફિશિયલ વેબસાઇટ sidbi.in દ્વારા 28મી નવેમ્બર અથવા તે પહેલાં અરજી કરી શકે છે.
આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 50 ખાલી જગ્યાઓમાં ભરતી થશે. ઉમેદવારોએ અરજી કરતા પહેલા જાહેર કરાયેલી સૂચના વાંચવી આવશ્યક છે. ઉમેદવારોએ આ પોસ્ટ્સ માટે માત્ર ઓનલાઈન અરજી કરવાની રહેશે જે નિયમો મુજબ કરવામાં આવેલી અરજી જ માન્ય ગણવામાં આવશે. અરજીની પ્રક્રિયા 8 નવેમ્બર 2023થી શરૂ થઈ ગઈ છે.
અરજી કરતા ઉમેદવાર પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી આવશ્યક છે. વધુ પાત્રતા સંબંધિત માહિતી માટે ઉમેદવારોએ સાઈટ પર જાઈને સૂચના ચકાસી શકે છે.
આ જગ્યાઓ માટે અરજી કરતા ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધારે હોવી ન જોઈએ. જ્યારે વધુમાં વધુ ઉંમર મર્યાદામાં OBC કેટેગરીના ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે. SC અને ST કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની છૂટ આપવામાં આવી છે.
આ પોસ્ટ્સ માટે અરજદારોનું સિલેક્શન ઇન્ટરવ્યુથી કરવામાં આવશે. શોર્ટલિસ્ટેડ અરજદારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યૂનું આયોજન ડિસેમ્બર 2023 અથવા જાન્યુઆરી 2024માં થઈ શકે છે.