Banaskantha: પોસ્ટ વિભાગમાં એજન્ટ તરીકે કામ કરવાની સુવર્ણ તક, જાણો માહિતી

|

Jul 03, 2021 | 11:41 PM

Walk in interview: Indian Postal Departmentમાં કામ કરવા માંગતા ધોરણ 10 પાસ ઉમેદવારો માટે એજન્ટ બનવાની સુવર્ણ તક.

Banaskantha: પોસ્ટ વિભાગમાં એજન્ટ તરીકે કામ કરવાની સુવર્ણ તક, જાણો માહિતી
સાંકેતિક ફોટો

Follow us on

ભારતીય ટપાલ વિભાગ (Indian Postal Department)માં પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ (Postal Life Insurance : PLI) અને રૂરલ પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ (Rural Postal Life Insurance : RPLI)માં એજન્ટ તરીકે કામ કરવાની સુવર્ણ તક આવી છે.

 

પોસ્ટ વિભાગ (Post Department)માં એજન્ટ તરીકે કામ કરવા ઈચ્છતા ઉમેદવારોએ પોતાના બાયોડેટા સાથે બે પાસપોર્ટ સાઈઝના ફોટા, ઉંમરનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાત અંગેના અસલ પુરાવા અને દરેકની ખરી નકલ સાથે તા.22-07-2021ના રોજ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ, બનાસકાંઠા વિભાગ, જોરાવર પેલેસ કંપાઉન્ડ, હેડ પોસ્ટ ઓફિસ, પાલનપુરની કચેરી ખાતે સવારે-11 કલાકે હાજર રહેવા જણાવાયું છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

એજન્ટ માટેની શૈક્ષણિક લાયકાત ધોરણ-10 પાસ હોવા (ઉંમર-18થી 50 વર્ષ) જરૂરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના નિવૃત્ત કર્મચારી કે જેમની ઉંમર 65 વર્ષથી વધુ હોય તેઓને ફિલ્ડ ઓફિસર તરીકે Postal Life Insurance/Rural Postal Life Insuranceની એજન્સી મળવાપાત્ર છે.

જરૂરી દસ્તાવેજ

તેમણે પોતાના બાયોડેટા અને જરૂરી અસલ સર્ટીફિકેટ અને તેની નકલો સાથે ઓપન ઈન્ટરવ્યુમાં હાજર રહેવું. કોઈપણ લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીમાં કામ કરતા એજન્ટને તથા સરકારી કર્મચારીને પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સની એજન્સી મળવાપાત્ર નથી.

 

પસંદગી

પસંદગી થયેલ એજન્ટ/ફિલ્ડ ઓફિસરને રૂ.5000/- સિક્યુરીટી ડીપોઝીટ પેટે ભરવાની રહેશે. બનાસકાંઠા ડિવીઝનના પોસ્ટ ઓફિસ (Post Office of Banaskantha Division) સુપ્રિટેન્ડન્ટે જણાવ્યું છે. જીલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પોસ્ટ વિભાગમાં કામ કરી આવક મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ બનાસકાંઠા પોસ્ટ વિભાગની કચેરીએ ઉપરોકત તારીખે હાજર રહી પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે.

 

આ પણ વાંચો: SURAT: ગુજરાતમાં સૌ પ્રથમ સુરતમાં અપાઈ રહી છે રશિયાની કોરોના વેક્સિન sputnik V

Published On - 11:41 pm, Sat, 3 July 21

Next Article