
UPSC CMS 2023: UPSC CMS 2023: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા કમ્બાઈન્ડ મેડિકલ સર્વિસ એટલે કે UPSC CMS પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યું છે. આ ખાલી પડેલી જગ્યાઓ માટે 16 જુલાઈ, 2023ના રોજ પરીક્ષા લેવામાં આવશે. જે ઉમેદવારોએ પરીક્ષા માટે અરજી કરી છે તેઓ હવે તેમનું એડમિટ કાર્ડ ઓનલાઈન મેળવી શકશે. આ પરીક્ષાના કોલ લેટર UPSC રિક્રુટમેન્ટ વેબસાઇટ- upsc.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે.
આ પણ વાંચો ; UPSC Success Story : કોઈ મોડલથી કમ નથી આ UPSC ટોપર, બે વખત ફેલ થયા બાદ બદલાઈ રણનીતિ, હવે બનશે IAS
UPSC CMS પરીક્ષાના ફોર્મ ભરાવાની પ્રક્રિયા 18 એપ્રિલ 2023થી શરૂ કરવામાં આવી હતી. જે 9 મે 2023 સુધી ચાલી હતી. પરીક્ષામાં આપતા પહેલા, ઉમેદવારોએ પરીક્ષાની કઈ પેટર્નથી લેવામાં આવે છે તેમજ તેના અભ્યાસક્રમ વિશે માહિતગાર હોવું ખૂબ જ જરૂરી છે.
આ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયામાં પહેલા ઉમેદવારોને લેખિત કસોટી આપવાની રહેશે જે બાદ ઇન્ટરવ્યુના આધારે પસંદગી કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં પેપર કુલ 500 ગુણના હશે. તો ઇન્ટરવ્યુ અથવા પર્સનાલિટી ટેસ્ટ 100 માર્કસનો રહેશે. લેખિત પરીક્ષામાં બે પેપર રહેશે. પ્રથમ પેપરમાં 250 માર્કસના પ્રશ્નો હશે. તો બીજા પેપરમાં પણ 250 માર્કસના પ્રશ્નો પૂછાશે.
જે ઉમેદવારો લેખિત પરીક્ષા પાસ કરશે તેમને ઇન્ટરવ્યુ રાઉન્ડ માટે બોલાવવામાં આવતા હોય છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા નોટિફિકેશન બહાર પાડીને પરીક્ષાનો અભ્યાસક્રમ અવે પેટર્ન વિશે માહિતી આપવામાં આવી છે. આ પરીક્ષા માટે વિષયવાર અભ્યાસક્રમ કઈ રીતનો હશે તે તપાસવા માટે નીચે આપેલી લિંક પરથી જાણી શકાશે.
Published On - 11:35 am, Mon, 26 June 23