કોરોનાના Omicron વેરિઅન્ટને કારણે WTOની બેઠક સ્થગિત, નવી તારીખની કોઈ જાણકારી નથી આપવામાં આવી

|

Nov 27, 2021 | 6:29 PM

ડેસિયો કાસ્ટિલોએ જનરલ કાઉન્સિલને જણાવ્યું હતું કે, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાક્રમો અને તેમાંથી ઊભી થયેલી અનિશ્ચિત પરિસ્થિતિને કારણે મંત્રી પરિષદને સ્થગિત કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.

કોરોનાના Omicron વેરિઅન્ટને કારણે WTOની બેઠક સ્થગિત, નવી તારીખની કોઈ જાણકારી નથી આપવામાં આવી
Symbolic Image

Follow us on

કોરોના વાયરસને કારણે 30 નવેમ્બરથી જીનીવામાં યોજાનારી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (World Trade Organization – WTO)ની મંત્રી સ્તરીય બેઠક અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. દક્ષિણ આફ્રિકામાં (South Africa) કોરોના વાયરસનું નવું સ્વરૂપ ‘ઓમિક્રોન’ (Omicron) સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાનું (corona) આ નવું વેરિઅન્ટ પ્રમાણમાં ઝડપથી ફેલાય છે.

કોરોનાના આ નવા પ્રકારને ધ્યાનમાં રાખીને, બેઠક અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. WTO દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં 12મી મંત્રી સ્તરની બેઠકની નવી તારીખો વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.

કોન્ફરન્સ મુલતવી રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ

સ્વિટ્ઝર્લેન્ડ અને અન્ય કેટલાક યુરોપિયન દેશોમાં મુસાફરી પ્રતિબંધો અને ક્વોરેન્ટાઇન આવશ્યકતાઓને પગલે, જનરલ કાઉન્સિલના પ્રમુખ એમ્બેસેડર ડેસિયો કાસ્ટિલોએ (હોન્ડુરાસ) શુક્રવારે રાત્રે WTOના તમામ સભ્યોની બેઠક બોલાવી અને તેમને પરિસ્થિતિથી માહિતગાર કર્યા.

કાસ્ટિલોએ જનરલ કાઉન્સિલને જણાવ્યું હતું કે, “આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાક્રમો અને ઉભી થયેલી અનિશ્ચિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મંત્રી પરિષદને સ્થગિત કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.” જેમ જેમ સંજોગો પરવાનગી આપશે, અમે આ બેઠક ફરીથી બોલાવીશું.

પ્રવાસીઓ માટે પ્રતિબંધોને કારણે ઘણા સભ્યો હાજર રહી શકશે નહીં

WTOના ડાયરેક્ટર-જનરલ નગોજી ઓકોન્જો ઇવેલાએ જણાવ્યું હતું કે મુસાફરી પ્રતિબંધોનો અર્થ એ છે કે ઘણા મંત્રીઓ અને વરિષ્ઠ પ્રતિનિધિઓ આ પરિષદોમાં સામ-સામેની વાતચીતમાં ભાગ લઈ શકશે નહીં. WTO ના સભ્યોએ સર્વસંમતિથી જનરલ કાઉન્સિલ અને ડાયરેક્ટર જનરલને ટેકો આપ્યો હતો.

એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જનરલ કાઉન્સિલે કોરોના વાયરસના કારણે મંત્રી સ્તરીય પરિષદને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ નવા પ્રકારને કારણે, ઘણા દેશોની સરકારોએ મુસાફરી પ્રતિબંધો લાદી દીધા છે, જેના કારણે મીટિંગ સ્થગિત કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.

જણાવી દઈએ કે આ બીજી વખત છે જ્યારે 12મી મંત્રી સ્તરની બેઠક મહામારીને કારણે સ્થગિત કરવામાં આવી છે. અગાઉ આ બેઠક જૂન 2020માં કઝાકિસ્તાનના નૂર-સુલ્તાનમાં યોજાવાની હતી. WTO એ જિનીવામાં સ્થિત 164-સભ્યોની બહુપક્ષીય સંસ્થા છે. ભારત 1995 થી WTOનું સભ્ય છે.

 

આ પણ વાંચો :  Delhi Air Pollution News: હવે 30 નવેમ્બર સુધી દિલ્હીમાં બિન-આવશ્યક ચીજવસ્તુઓ વહન કરતી ટ્રકોને નો એન્ટ્રી, આ લોકોને મળી છૂટછાટ

Next Article