સિક્યોરિટી ગેરંટી વગર મહિલાઓ 25 લાખ સુધીની લોન લઈ શકશે, જાણો કેવી રીતે?

|

Nov 19, 2022 | 4:07 PM

Stree Shakti Yojana: દેશભરમાં મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે સ્ત્રી શક્તિ પેકેજ યોજના શરૂ કરવામાં આવી હતી. જેથી કરીને મહિલાઓ પોતાનો બિઝનેસ જાતે શરૂ કરી શકે અને આગળ વધી શકે.

સિક્યોરિટી ગેરંટી વગર મહિલાઓ 25 લાખ સુધીની લોન લઈ શકશે, જાણો કેવી રીતે?
Stree Shakti Yojana

Follow us on

Stree Shakti Scheme: આજના સમયમાં ભલે મહિલાઓ પોતાનું નામ કમાઈ રહી છે અને અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહી છે, પરંતુ હજુ પણ આંકડા દર્શાવે છે કે વ્યવસાય ક્ષેત્રે પુરુષોની સરખામણીમાં મહિલાઓનું સ્થાન હજુ પણ પછાત છે. મહિલાઓ પોતાના પગ પર ઉભી રહે અને પોતાના દમ પર કંઈક કરી શકે, તે માટે સરકારે પગલા લીધા છે અને સ્ત્રી શક્તિ પેકેજ યોજના શરૂ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનામાં મહિલાઓને તેમનું કામ શરૂ કરવા માટે મદદ તરીકે 25 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. જેથી દેશમાં મહિલા સાહસિકોની સંખ્યા વધુ વધી શકે.

કેન્દ્ર સરકારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના સહયોગથી સ્ત્રી શક્તિ પેકેજ યોજના શરૂ કરી હતી. જેમાં દેશભરમાંથી મહિલાઓ લાભાર્થી બની શકે છે. સ્ત્રી શક્તિ પેકેજ યોજના દ્વારા ઓછા દરે લોન આપવામાં આવે છે. આ ખૂબ જ સરળ રીતે પરિપૂર્ણ થાય છે. સ્ત્રી શક્તિ પેકેજ યોજનાનો લાભ લેવા માટે, તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની કોઈપણ શાખામાં જઈને અરજી કરી શકો કરવાની રહેશે.

દેશભરમાં મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે સ્ત્રી શક્તિ પેકેજ યોજના શરૂ કરવામાં આવી હતી. જેથી કરીને મહિલાઓ પોતાનો બિઝનેસ જાતે શરૂ કરી શકે અને આગળ વધી શકે. આ માટે કેન્દ્ર સરકાર અને ભારતીય સ્ટેટ બેંકની સ્ત્રી શક્તિ પેકેજ યોજના હેઠળ, મહિલાઓ મહત્તમ 25 લાખ રૂપિયા સુધીની લોન માટે અરજી કરી શકે છે. જેમાં બેંક દ્વારા માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જે મહિલા લોન લઈ રહી છે તેની પાસે તે વ્યવસાયમાં ઓછામાં ઓછી 50 ટકા માલિકી હોવી જોઈએ.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

સ્ત્રી શક્તિ પેકેજ યોજનામાં ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે

  1. બે લાખથી વધુ લોન લેનારી મહિલાઓ માટે વ્યાજ દરમાં 0.5%નો ઘટાડો થશે.
  2. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં રજિસ્ટર્ડ કંપનીઓ માટે લોન મર્યાદા 50 હજારથી 25 લાખ સુધી રાખવામાં આવી છે.
  3. સ્ત્રી શક્તિ પેકેજ યોજનામાં માત્ર પાંચ ટકા કે તેનાથી પણ ઓછા દરે વ્યાજ વસૂલી શકાય છે.
  4. પાંચ લાખ સુધીની લોન લેવા માટે કોઈપણ પ્રકારની સુરક્ષા ગેરંટી આપવાની જરૂર નથી.
  5. સ્ત્રી શક્તિ પેકેજ યોજના દ્વારા મહિલા સાહસિકોની સંખ્યા વધી રહી છે.
  6. સ્ત્રી શક્તિ પેકેજ યોજનાનો લાભ માત્ર મહિલાઓને જ આપવામાં આવી રહ્યો છે.
  7. જ્યારે કોઈ કંપની લોન માટે અરજી કરે છે, ત્યારે તેમાં મહિલાઓની માલિકી 50 ટકાથી વધુ હોવી જોઈએ.

આ દસ્તાવેજોની જરૂર પડશે

  • આધાર કાર્ડ.
  • મતદાર આઈડી.
  • બેંક ખાતાની વિગતો.
  • ઈ મેઈલ આઈડી.
  • મોબાઇલ નંબર.
  • વ્યવસાય સંબંધિત તમામ દસ્તાવેજો.
Next Article