
કહેવાય છે કે શેરબજાર(share Market)ની ગતિની દિશાનું ચોક્કસ અનુમાન લગભગ અશક્યને બરાબર છે. ગત સપ્તાહે શેરબજાર સારી સ્થિતિ દર્જ કરી બંધ થયું છે. શું આ અઠવાડિયામાં શેર બજાર નવી ઊંચાઈએ પહોંચશે કે ગગડશે ? આ અઠવાડિયામાં રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમીક્ષા, પ્રથમ ત્રિમાસિક ગાળા માટે જીડીપી અને પીએમઆઈ જેવા મેક્રોઇકોનોમિક ડેટા, કોવિડ -19 સંબંધિત પરિસ્થિતિ અને વૈશ્વિક પરિબળો બજારની ચાલને અસર કરશે, જાણો બજારના સાપ્તાહિક ભાવિ વિષે શું કહે છે દિગ્ગ્જ વિશ્લેષકો …
રેલિગેર બ્રોકિંગ
રેલિગેર બ્રોકિંગના વાઇસ પ્રેસિડેન્ટ અજિત મિશ્રાએ જણાવ્યું હતું કે, “આ અઠવાડિયે નવો મહિનો શરૂ થવા સાથે ઘણા મુખ્ય આંકડા જાહેર કરવામાં આવશે. માઈક્રો ઇકોનોમિક મોરચે પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી ડેટા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ માર્કેટના પીએમઆઈ ડેટા જાહેર થવાના છે. તેમણે જણાવ્યું હતું કે વાહન વેચાણના આંકડા 1 જૂને જાહેર કરવામાં આવશે. “સૌથી અગત્યની ઘટના આ અઠવાડિયે યોજાનારી નાણાંકીય નીતિ સમિતિ (NPC) ની બેઠક બનવાની છે. આ બધા પરિણામોની અસર બજાર પર જોવા મળશે.
જીઓજિત ફાઇનાન્શિયલ સર્વિસીસ
જીઓજિત ફાઇનાન્શિયલ સર્વિસીસના સંશોધન વડા વિનોદ નાયરે જણાવ્યું હતું કે, “કોવિડ -19 કેસમાં ઘટાડો થવાથી લોકડાઉન હળવું થવાની સંભાવના છે. આનાથી આર્થિક સુધારણામાં વેગ આવશે.” કોવિડ -19 ના બીજા લહેરમાં સંક્રમણમાં ઘટાડો, ધીરે ધીરે અર્થતંત્ર ખૂલશે તેવી અપેક્ષા બજાર પર સકારાત્મક અસર કરશે અને તે પાછલા ઉંચા સ્તરથી વધી શકે છે એમ તેમણે જણાવ્યું હતું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શુક્રવારે તેની નાણાકીય નીતિ સમીક્ષા રજૂ કરશે તેના પર પણ નજર રહેશે.
મોતીલાલ ઓસ્વાલ
મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસીસના રિટેલ સંશોધન વડા સિદ્ધાર્થ ખેમકાએ કહ્યું હતું કે, “બજાર સકારાત્મક મૂડમાં છે. કોવિડ -19 કેસમાં સતત ઘટાડાને કારણે છે અને જૂન મહિનામાં અર્થતંત્ર ફરીથી ખોલવા અંગે રોકાણકારો ઉત્સાહિત છે. આ વ્યાપારી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે.
રિલાયન્સ સિક્યોરિટીઝ
રિલાયન્સ સિક્યોરિટીઝના રણનિતી વડા વિનોદ મોદીએ કહ્યું કે, “નજીકના ભવિષ્યમાં રાજ્ય સ્તરે લાદવામાં આવેલા લોકડાઉન હળવી થવાની ધારણા છે.” આનાથી આર્થિક પ્રવૃત્તિઓમાં રિકવરીને વેગ મળે તેવી સંભાવના છે. પરિણામ સ્વરૂપ ટૂંકાથી મધ્યમ ગાળા દરમિયાન બજારમાં ગતિ પ્રાપ્ત થઈ શકે છે. આ બધા સિવાય અમેરિકન ડોલર, બ્રેન્ટ ક્રૂડના ભાવ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું રોકાણ વલણ સામે રૂપિયામાં વધઘટ પણ બજારને માર્ગદર્શન આપવામાં મહત્વની ભૂમિકા નિભાવશે.