કેમ અડધાથી પણ ઓછી થઈ ગઈ ટ્વિટરની માર્કેટ વેલ્યુ ? કારણ જાણીને તમે પણ થઈ જશો હેરાન !

|

Mar 27, 2023 | 9:44 AM

રોઇટર્સના રિપોર્ટ અનુસાર, મસ્કે ટ્વિટરના કર્મચારીઓને એક પત્ર લખ્યો છે. જેમાં મસ્કે આ માહિતી આપી છે. જો કે, આ અંગે ટ્વિટર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જ્યારે મસ્કે ટ્વિટર ખરીદ્યું, ત્યારે ઘણા ટોચના જાહેરાતકર્તાઓએ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના ખર્ચમાં ઘટાડો કર્યો હતો

કેમ અડધાથી પણ ઓછી થઈ ગઈ ટ્વિટરની માર્કેટ વેલ્યુ ? કારણ જાણીને તમે પણ થઈ જશો હેરાન !
Twitter market value has halved

Follow us on

એલોન મસ્કને એક સમયે બિઝનેસ જગતના પારસ કહેવામાં આવતા હતા, તેનું એક કારણ હતું, તે જે પણ સ્પર્શ કરે છે તે સોનામાં ફેરવાઈ જાય છે. ટ્વિટર બાદ હવે આ ધારણામાં ઘટાડો થયો છે. હવે જે નવી વાત સામે આવી છે તે ખરેખર ચોંકાવનારી છે. જ્યારથી ટ્વિટરની કમાન એલોન મસ્કના હાથમાં આવી છે, ત્યારથી તેની કિંમત 50 ટકાથી વધુ ઘટી ગઈ છે. આ વાતનો ખુલાસો ખુદ ઈલોન મસ્કે કર્યો છે.

ટ્વિટરનું મૂલ્ય $44 બિલિયનથી ઘટીને $20 બિલિયન પર

એલોન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદ્યું હતું. જે બાદ કંપનીમાં ઘણા ફેરફારો જોવા મળ્યા. ત્યારથી અત્યાર સુધી આ કંપનીની કિંમત અડધાથી પણ ઓછી રહી છે. એલોન મસ્ક પોતે આ વિશે માહિતી આપી છે. તેણે કહ્યું છે કે ટ્વિટરનું મૂલ્ય $20 બિલિયન થયું છે. આનો અર્થ એ થયો કે તેના મૂલ્યાંકનમાં $24 બિલિયનનો ઘટાડો થયો છે. હવે એલન મસ્ક આ મૂલ્યાંકન પર કર્મચારીઓને સ્ટોક ગ્રાન્ટ આપવા માંગે છે.

રોઇટર્સના રિપોર્ટ અનુસાર, મસ્કે ટ્વિટરના કર્મચારીઓને એક પત્ર લખ્યો છે. જેમાં મસ્કે આ માહિતી આપી છે. જો કે, આ અંગે ટ્વિટર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જ્યારે મસ્કે ટ્વિટર ખરીદ્યું, ત્યારે ઘણા ટોચના જાહેરાતકર્તાઓએ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના ખર્ચમાં ઘટાડો કર્યો હતો. મસ્કે પ્રતિ શેર $54.20ના ભાવે ટ્વિટર હસ્તગત કર્યું. બાય ધ વે, આ ડીલમાં પણ ઘણો વિવાદ થયો હતો. મસ્ક અગાઉ ડીલમાંથી બહાર નીકળી ગયો હતો, મામલો કોર્ટમાં ગયો હતો અને મસ્કને ડીલ ફાઇનલ કરવી પડી હતી.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

મસ્કની ફેરફાર નીતિથી માર્કેટ વેલ્યુ થઈ ડાઉન!

ઈલોન મસ્કે ટ્વિટરનો હવાલો સંભાળતાની સાથે જ ઘણા ફેરફારો કર્યા છે. પહેલા તેણે ટ્વિટરની ટોપ લાઇનને બહારનો રસ્તો બતાવ્યો હતો. જેમાં પરાગ અગ્રવાલનું નામ પણ સામેલ હતું. જે જેક ડોર્સી પછી બનાવવામાં આવ્યા હતા. જે બાદ કંપનીના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેની સંખ્યા ઘટાડીને 7 હજારથી ઓછી કરવાની વાત થઈ હતી. ટ્વિટર વેરિફાઈડ સિસ્ટમમાં પણ ફેરફાર જોવા મળ્યા છે.

વિશ્વના અનેક ધનિક ઉદ્યોગપતિઓને નુકસાન

ટ્વિટર ડીલને કારણે ઈલોન મસ્કની નેટવર્થને ઘણું નુકસાન થયું છે, આ વાત કોઈનાથી છુપી નથી. વર્ષ 2022માં તેણે વિશ્વના સૌથી અમીર બનવાનો તાજ પણ ગુમાવ્યો હતો. જો આપણે વર્ષ 2023 ની વાત કરીએ તો તેની નેટવર્થ ઘણી હદ સુધી રિકવર થઈ ગઈ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર, એલોન મસ્કની કુલ સંપત્તિ $176 બિલિયન છે. આ વર્ષે તેની નેટવર્થમાં $38.8 બિલિયનનો વધારો થયો છે.

Next Article