AHMEDABAD :ભારત સરકારના MSME મંત્રાલયના કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ આજ રોજ અમદાવાદમાં નવી MSMEના નવા બિલ્ડીંગનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ MSMEની અમદાવાદ ખાતેની નવી બિલ્ડીંગના ઉદ્ઘાટન પ્રસંગે આનંદ વ્યક્ત કરતા કહ્યું હતું કે આ નવી બિલ્ડીંગમાં MSMEને સંબંધિત એવી જરૂરી તમામ સુવિધાઓ છે. જેનો લાભ ગુજરાતના યુવાઓ, ઉદ્યોગસાહસિકોને મળશે. નારાયણ રાણેએ કહ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ આત્મનિર્ભર ભારતનું સપનું જોયું છે. જેમાં MSMEનું યોગદાન મહત્વપૂર્ણ બની રહેશે.
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ કહ્યું હતું કે ગુજરાત દેશના આર્થિક વિકાસનું એન્જિન છે અને તેમાં ગુજરાતના એમએસએમઈની ભૂમિકા ખૂબ અગત્યની રહી છે. તેમણે કહ્યું હતું કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ સાહસો (MSME) કૃષિ ક્ષેત્ર પછી દેશના અર્થતંત્રમાં દેશના 40% આઉટપુટ, દેશની 49% નિકાસ અને નિષ્ણાત રોજગારી પૂરી પાડવાની સાથે યોગદાન આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
एमएसएमई – डेवलपमेंट इंस्टिट्यूट (MSME-DI), अहमदाबाद के नए भवन का उद्घाटन किया। डेवलपमेंट इंस्टिट्यूट युवाओं को उद्यमिता के प्रति प्रेरित कर प्रधानमंत्री श्री @narendramodi जी के ‘आत्मनिर्भर भारत’ के विजन को साकार करने में अहम भूमिका निभा रहा है। pic.twitter.com/4kqyf6E4rg
— Narayan Rane (@MeNarayanRane) December 4, 2021
અમદાવાદની મુલાકાત દરમિયાન નારાયણ રાણેએ કહ્યું હતું કે અગાઉ MSMEની આ નવી બિલ્ડીંગ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભૂમિપૂજન કર્યુ હતું. એ સમયે એમને વિશ્વાસ હશે કે આ બિલ્ડીંગ ઘણી જ સુવિધાજનક અને ઉપયોગી બનશે, એ વિશ્વાસ સાચો ઠર્યો છે એ આ બિલ્ડીંગ નિહાળીને મને લાગ્યું છે.
કેન્દ્રીય મંત્રી રાણેએ MSME ટાવરના ઉદ્ઘાટન પ્રસંગે પોતાના સંબોધનમાંMSME વિભાગને સંબોધીને કહ્યું હતું કે આ નવી બિલ્ડીંગ જેટલી અંદર અને બહારથી ખૂબ જ સુંદર અને સુવિધાજનક છે એ જ સુંદરતાથી તેમાં કામ પણ થવું જરૂરી છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે ગુજરાતના MSME ક્ષેત્ર પાસે અનેક સંભાવનાઓ રહેલી છે.
તેમણે પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે ચીનમાં MSME ક્ષેત્રે કેટલીક ઈન્ડસ્ટ્રીઝ એવી છે જે બંધ થઈ રહી છે. ગુજરાતના MSME ક્ષેત્રના લોકોએ તેનો અભ્યાસ કરીને ચીનમાં બંધ થતી ઈન્ડસ્ટ્રીઝ શરૂ કરવા માટે પ્રયાસો કરવા જોઈએ, જેનાથી આગળના સમયમાં નિકાસ ક્ષેત્રે પણ સફળતા મળશે.
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકારના MSME મંત્રાલયની નીતિઓ અને કાર્યક્રમોની રચના અને અમલીકરણ માટે વિકાસ કમિશનર(MSME) નવી દિલ્હીની ક્ષેત્રીય કચેરી છે. ભારતના ગુજરાત રાજ્ય પ્રદેશ તેમજ દમણ, દીવ અને દાદરા નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેની મુખ્ય કચેરી અમદાવાદ ખાતે અને બે શાખાઓ રાજકોટ અને સેલવાસામાં છે.
આ નવું MSME ટાવર, સિમ્સ હોસ્પિટલ, સાયન્સ સિટી રોડ, સોલા, અમદાવાદ ખાતે આવેલી છે તે 7237 સ્ક્વેર મીટરનો બિલ્ટ અપ એરિયા ધરાવે છે જેમાં છ માળ આવેલા છે. આ ઓફિસમાં એક્સપોર્ટ ફેસિલિટેશન સેલ (EFC) અને એન્ટ્રેપ્રેનોરશિપ ફેસિલિટેશન સેન્ટર (EFC) ધરાવે છે જે આ પ્રદેશમાં MSME માંથી નિકાસને વેગ આપે છે. ઈન્ટેલેક્ચ્યુઅલ ફેસિલિટેશન સેલ MSMEને આઈપીઆરના આઈડેન્ટિફિકેશન, પ્રોટેક્શન અને મેનેજમેન્ટના બિઝનેસ ટૂલ તરીકે હેન્ડહોલ્ડ કરશે.