આંધ્ર બેંક (Andhra Bank) અને કોર્પોરેશન બેંક (Corporation Bank) સાથે મર્જર થયા બાદ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા (Union Bank of India) એ પોતાના ગ્રાહકો માટે વિશેષ સૂચના જાહેર કરી છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે બેંક ગ્રાહકોને નવી સુરક્ષા સુવિધાઓ સાથેના ચેકનો જ ઉપયોગ કરવો પડશે. ગ્રાહકોએ જૂની ચેક બુક આપીને નવી ચેક બુક લેવી પડશે. આ માટે ગ્રાહકો પાસે 30 જૂન સુધીનો સમય છે. 01 જુલાઇ 2021 થી તેના તમામ જુના ચેક અમાન્ય થઈ જશે. આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકનું મર્જર 01 એપ્રિલ 2020 થી યુનિયન બેંક ફ ઇન્ડિયામાં થયું હતું. મર્જર પછી આ બંને બેંકોના IFSC પણ બદલાયા છે.
જાહેર ક્ષેત્રની આ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા (Union Bank of India) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “RBI ની સૂચના મુજબ આંધ્રબેંક અને કોર્પોરેશન બેંક દ્વારા બહાર પાડવામાં આવેલી તમામ જૂની ચેક બુક અમાન્ય થઈ જશે.01 જુલાઈ 2021 ના રોજ આ અમાન્ય થઈ જશે. તમામ ગ્રાહકોને વિનંતી છે કે તેમની શાખાનો સંપર્ક કરીને અંતિમ સમય પૂરો થાય તે પહેલાં જૂની ચેક બુકને બદલે નવી ચેક બુક લઇ લેવી.
Dear customers the old cheque books and IFSCs of e-Corporation Bank and e-Andhra Bank will be valid till June 30, 2021. Apply soon for new cheque book. #UnionBankofIndia #UnionBankofIndiaCares #Unite2FightCorona #StayHomeStaySafe pic.twitter.com/3dl8rnCrMm
— Union Bank of India (@UnionBankTweets) June 23, 2021
1 જુલાઈથી કામ નહીં આવે જૂના ચેક
યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા (Union Bank of India)એ ગ્રાહકોને માહિતી આપતા કહ્યું કે, જુલાઈ 01, 2021 થી તમામ જૂની ચેકબુક સિસ્ટમની બહાર કરવામાં આવી રહી છે. બેંકે ગ્રાહકોને તેમની જૂની ચેક બુકની જગ્યાએ નવી ચેક બુક લેવા વિનંતી કરી છે.
રોકાઈ જશે જૂના ચેકનું પેમેન્ટ
આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકનું યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સાથે મર્જર થયા બાદ આ બંને બેંકના ગ્રાહકો હવે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકો ગણાશે. હવે જો આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકના ખાતા ધારકોએ તેમની બેંકના નામ વાળા ચેક આપ્યા હશે તો તે જૂના ચેકનું પેમેન્ટ સ્થગિત થઇ જશે.
આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકના જો કોઈ ગ્રાહકે જૂની ચેક બુકમાંથી કોઈને ચેક આપીને પેમેન્ટ કર્યું છે, તો તેણે તેને તરત જ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા (Union Bank of India) ના નવા ચેકથી બદલવો જોઈએ. નવી ચેક મળ્યાની જાણ થયા બાદ બેંક જૂના ચેકનો રેકોર્ડ કોર બેંકિંગ સિસ્ટમમાંથી કાઢી નાખવામાં આવશે.