પેન્શનરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ નંબર, નહીં હોય તો અટકી શકે છે પૈસા, જાણો વિગતવાર

|

Apr 14, 2021 | 8:42 AM

કર્મચારી પેન્શન યોજના હેઠળના પેન્શનરો(Pensioners)ને એક યુનિક નંબર આપવામાં આવે છે જેની મદદથી તેઓ નિવૃત્તિ પછી પેન્શન મેળવી શકે છે.

પેન્શનરો માટે  ખૂબ જ મહત્વપૂર્ણ છે આ નંબર, નહીં હોય તો અટકી શકે છે પૈસા, જાણો વિગતવાર
પેન્શનર્સની પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

કર્મચારી પેન્શન યોજના હેઠળના પેન્શનરો(Pensioners)ને એક યુનિક નંબર આપવામાં આવે છે જેની મદદથી તેઓ નિવૃત્તિ પછી પેન્શન મેળવી શકે છે. આ નંબરને પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) કહેવામાં આવે છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) દ્વારા કોઈપણ કંપનીમાંથી નિવૃત્તિ લેનાર વ્યક્તિને PPO નંબર આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિથી પોતાનો પીપીઓ નંબર ખોવાઈ જાય તો તે સરળતાથી તેના બેંક ખાતાની મદદથી મેળવી શકે છે. ચાલો જાણીએ તેની પ્રક્રિયા શું છે.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

EPFO મુજબ જો કોઈ વ્યક્તિથી પોતાનો PPO નંબર ખોવાઈ જાય છે તો તે સરળતાથી તેના બેંક ખાતાના નંબર અથવા પીએફ નંબરની મદદથી તેને પ્રાપ્ત કરી શકે છે.

>> સૌ પ્રથમ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
>> આ લિંક  https://www.epfindia.gov.in/site_en/index.php પર ક્લિક કરો
>> હવે ડાબી બાજુએ ‘Online Sevices’ વિભાગમાં ‘Pensioners Portal’ ના વિકલ્પ પર ક્લિક કરો.
>> ક્લિક કર્યા પછી, નવું પેજ ખુલશે. આ પેજ પર તમને ડાબી બાજુ ‘Know Your PPO No’ મળશે. વિકલ્પ પર ક્લિક કરો
>> અહીં તમારે તમારો બેંક એકાઉન્ટ નંબર દાખલ કરવો પડશે, જે તમારા પેન્શન ફંડ સાથે જોડાયેલ છે અથવા તમે તમારો પીએફ નંબર દાખલ કરીને શોધી શકો છો
>> વિગતોના submission પછી PPO નંબર સ્ક્રીન પર દેખાશે.

 

PPO નંબર આ રીતે પણ મળી શકે છે
https://mis.epfindia.gov.in/PensionPaymentEnquiry// લિંક દ્વારા તમારો PPO નંબર મેળવી શકો છો. EPFO પાસે PPO નંબર સંબંધિત માહિતી મેળવવા માટે એક અલગ વેબસાઇટ છે. અહીં તમે જીવન પ્રમાણપત્ર, પીપીઓ નંબર, ચુકવણીની માહિતી અને તમારી પેન્શનની સ્થિતિ વિશેની માહિતી મેળવી શકો છો.

 

PPO નંબરનું શું છે મહત્વ?
પેન્શનર તરીકે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારી પાસબુકમાં પેન્શન ચુકવણીનો ઓર્ડર નંબર દાખલ થયો છે. ઘણી વખત એવું બને છે કે બેંક કર્મચારીઓ પેન્શનરની પાસબુકમાં PPO નંબર દાખલ કરતા નથી. પેન્શન ખાતું એક શાખામાંથી બીજી શાખામાં ટ્રાન્સફર કરવાના કિસ્સામાં જ્યારે પાસબુકમાં કોઈ PPO નંબર નથી તો તે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. આને કારણે, પેન્શનમાં વિલંબ પણ થઈ શકે છે. આ સિવાય જો તમે EPFO માં તમારી પેન્શન સંબંધિત કોઈ ફરિયાદ નોંધાવો તો તમારે PPO નંબર આપવો પણ ફરજિયાત છે. ઓનલાઇન પેન્શનની સ્થિતિ જાણવા માટે PPO નંબર પણ જરૂરી છે.

Published On - 8:42 am, Wed, 14 April 21

Next Article