અદાણી ગ્રુપ દ્વારા ‘ગ્રીન ટોક્સ’ની ત્રીજી આવૃત્તિનું આયોજન, ઉદ્યોગસાહસિકોના વિચારો વિકસાવી અનુકૂળ મંચ પૂરો પાડવાનો પ્રયાસ

'ગ્રીન ટોક્સ'એ બિનનફાકારક ખુલ્લો મંચ છે જે સામાજિક સાહસોના વૈશ્વિક નેટવર્કને તાંતણે જોડે છે. જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) સિધ્ધ કરવાની દીશામાં થઇ રહેલી પ્રગતિને વેગ આપવા માટે વ્યાપક પરિવર્તન લાવી રહ્યા છે. અદાણી સમૂહે કરેલી પહેલના એક ભાગરુપ આ ગ્રીન ટોક્સમાં પાંચ સ્ટાર્ટઅપ્સના સ્થાપકોએ તેમના વિચારો રજૂ કર્યા હતા.

અદાણી ગ્રુપ દ્વારા ગ્રીન ટોક્સની ત્રીજી આવૃત્તિનું આયોજન, ઉદ્યોગસાહસિકોના વિચારો વિકસાવી અનુકૂળ મંચ પૂરો પાડવાનો પ્રયાસ
Adani Group
| Edited By: | Updated on: Dec 15, 2023 | 9:31 PM

અદાણી ગ્રુપે 15 ડિસેમેબરે ‘ગ્રીન ટોક્સ’ની ત્રીજી આવૃત્તિનું આયોજન કર્યું હતું. વર્તમાન સમયમાં પર્યાવરણને બહેતર બનાવવા વૈશ્વિક દેશોએ હાથ ધરેલા પ્રયાસો મક્કમ ગતિએ એક આંદોલન બની રહ્યા છે ત્યારે તેમાં અદાણી સમૂહે કરેલી પહેલના એક ભાગરુપ આ ગ્રીન ટોક્સમાં પાંચ સ્ટાર્ટઅપ્સના સ્થાપકોએ તેમના વિચારો રજૂ કર્યા હતા. જેનો ઉદ્દેશ્ય સામાજિક ઉદ્યોગસાહસિકોને પોતાના વિચારો વિકસાવવા અને તેમને મૂર્તિમંત કરી અમલમાં લાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.

‘ગ્રીન ટોક્સ’એ બિનનફાકારક ખુલ્લો મંચ છે જે સામાજિક સાહસોના વૈશ્વિક નેટવર્કને તાંતણે જોડે છે. જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) સિધ્ધ કરવાની દીશામાં થઇ રહેલી પ્રગતિને વેગ આપવા માટે વ્યાપક પરિવર્તન લાવી રહ્યા છે. આ કાર્યક્રમની 2023નું સંસ્કરણ માનવતાની સુધારણાના ધ્યેયથી પોતાના નવીન ઉકેલો દ્વારા ભારતમાં મૂળભૂત તફાવત લાવી રહેલા ઉદ્યોગસાહસિકોને એક મંચ પૂરો પાડે છે.

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ આ પહેલ વિશે બોલતા જણાવ્યું હતું કે, સંસ્થાની શીખવાની ક્ષમતા એ આજે તેનો સૌથી મોટો તફાવત છે. અને સ્ટાર્ટઅપ્સના ક્ષેત્રમાં પોતાની જાતને ઓતપ્રોત કરી લો એ જ ટેક્નોલોજી વિશે શીખવાની શ્રેષ્ઠ રીત છે. અદાણી ગ્રૂપ સ્ટાર્ટઅપ્સને તેમના સોલ્યુશન્સનો સેન્ડબોક્સ તરીકે ઉપયોગ કરવા માટે આવકાર સાથે આહવાન કરે છે.

અદાણી ગ્રૂપના પાયાના મૂલ્યો પૈકીનું એક હિંમત છે અને સ્ટાર્ટઅપ્સ સ્થાપવામાં જે યુવાનો હિંમત દાખવે છે તેને અમે બિરદાવીએ છીએ. એમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે ઉદ્યોગસાહસિકતાની ભાવના તેમનું ચાલક બળ બનીને ચલાવે છે; ભારતને તેની જરૂર છે. આ કારણે જ ભારતમાં ઘણા બધા યુનિકોર્ન છે જેને આપણે વધાવવાની જરૂર છે.

‘ગ્રીન ટોક્સ’નું પ્રથમ સંસ્કરણ 2021માં યોજાયું હતું અને 2022 માં ભારત અને વિકાસશીલ વિશ્વના અન્ય ભાગોમાં તેમની અસર માટે પાંચ ઉત્કૃષ્ટ સામાજિક સાહસિકોને અદાણી પ્રાઈઝ ફોર સોશિયલ એન્ટરપ્રાઈઝ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. કુલ રૂ.5 કરોડનું ભંડોળ ધરાવતા આ ઈનામો પસંદ કરાયેલા સામાજિક સાહસો માટે હતા.

પ્રગતિને વેગ આપવા માટે વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક પરિવર્તનની દીશામાં કામ કરતા સામાજિક સાહસોને ‘ગ્રીન ટોક્સ’ એક મંચ ઉપર લાવે છે. તેને ઓપન-સોર્સ ઇનોવેશન માટે મોકળાશ અને ખુલ્લા સંવાદ માટે એક મંચ મળી રહે અને લાંબા સમય સુધી ચાલતા સામાજિક પરિવર્તન તરફ દોરી શકે તેવા વિચારો માટે એક ઇન્ક્યુબેટર તરીકે પ્રસ્થાપિત થાય તેવી ડિઝાઇનથી ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. તે વધુ શ્રેષ્ઠતા માટે ટેકનોલોજી, ડિઝાઇન અને બિઝનેસ ઇનોવેશનનો ઉપયોગ કરવાની ઉદ્યોગસાહસિકની ક્ષમતામાં ભરોસો રાખે છે.