સારા સમાચાર : હવે કોરોનાની રસી મુકાવનારને આ બેંકો Fixed deposit પર આપશે વધુ વ્યાજ

રોકાણકારો માટે રાહતના સમાચાર એ છે કે જાહેર ક્ષેત્રની બેંકોએ કોવિડ-19 રસીનો ડોઝ મેળવનારાઓને ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed deposit) પર ઉંચા વ્યાજદરની જાહેરાત કરી છે.

સારા સમાચાર : હવે કોરોનાની રસી મુકાવનારને આ બેંકો Fixed deposit પર આપશે વધુ વ્યાજ
સાંકેતિક તસ્વીર
| Updated on: Jun 08, 2021 | 10:33 PM

કોરોના વાયરસ મહામારીને કારણે દરેક ઘરનું બજેટ ખોરવાયું છે. લોકો બચત અને રોકાણ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. જો તમે કોરોનાના સમયમાં પૈસાની ચિંતા કરતા હો અને બચત પર વધુ વ્યાજ મેળવવા માંગતા હો, તો ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed deposit) યોજનાઓમાં રોકાણ કરવું એ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરવી એ રોકાણનો સૌથી સહેલો અને સલામત વિકલ્પ માનવામાં આવે છે.

રોકાણકારો માટે રાહતના સમાચાર એ છે કે જાહેર ક્ષેત્રની બેંકોએ કોવિડ-19 રસીનો ડોઝ મેળવનારાઓને ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed deposit) પર ઉંચા વ્યાજદરની જાહેરાત કરી છે. ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed deposit)માં રોકાણકારને નિશ્ચિત સમયમાં નિશ્ચિત વળતર મળવાની ખાતરી છે, સાથે સાથે બજારના ઉતાર-ચડાવ પણ તેનાથી પ્રભાવિત નથી. હવે ફિક્સ્ડ ડિપોઝિટ યોજનાઓ વધુ વ્યાજદર વાળા લોકોને વધુ આકર્ષિત કરી રહી છે.

 

યુકો બેંકે એક વિશેષ ઓફર રજૂ કરી
સરકાર સંચાલિત યુકો બેંક (UCO Bank) કોવિડ -19 રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મેળવનારા લોકોને 999 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed deposit) પર 30 બેસિસ પોઇન્ટ અથવા 0.30 ટકા વધુ વ્યાજ આપી રહી છે. લોકોને કોરોના રસીકરણ ડ્રાઇવ તરફ પ્રોત્સાહિત કરવા, યુકો બેંકે UCOVAXI-999 ઓફર રજૂ કરી છે. જો કે આ ઓફર ફક્ત 30 સપ્ટેમ્બર સુધી મર્યાદિત અવધિ માટે ઉપલબ્ધ છે. આ યોજના અંતર્ગત વ્યાજદર 5.30 ટકા છે. લઘુત્તમ થાપણ પાંચ હજાર રૂપિયા અને મહત્તમ થાપણ બે કરોડ રૂપિયા છે.

સેન્ટ્રલ બેંક ઓકફ ઈન્ડિયાની વિશેષ ‘ઇમ્યુન ઇન્ડિયા ડિપોઝિટ સ્કીમ’
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા (Central Bank of India) એ પણ લોકો માટે આવી જ ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed deposit) ની ઓફર રજૂ કરી છે. COVID-19 સામે રસીકરણને પ્રોત્સાહન આપવા માટે બેંકે વિશેષ થાપણ યોજના શરૂ કરી છે. આ યોજનાનું નામ ‘Immune India Deposit Scheme’ છે. આ યોજના અંતર્ગત કોરોનાની રસી લીધેલા લોકોને બેંક 0.25 ટકા વધુ વ્યાજ આપશે. યોજનાનો પાકતી મુદત 1,111 દિવસનો છે. વરિષ્ઠ નાગરિકો 0.50% વધારાના વ્યાજ માટે પાત્ર છે.

લોકો સમયસર ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed deposit) જેવી યોજનાઓમાં રોકાણ કરવા અંગે વિચારતા નથી અને આને કારણે તે કિંમતી સમય જતો રહે છે, જેમાં કરેલું રોકાણ ખૂબ જ સારું વળતર આપી શકે. જેટલું જલ્દી કોઈ રોકાણ કરવાનું શરૂ કરે છે, વધારે વળતર મળવાની શક્યતા વધારે છે. ભારતમાં હજી પણ કેટલાક લોકો કોઈ પ્લાનિંગ કરતા નથી, તેમના નાણાં બેંકમાં જ ભેગા થાય છે.

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટનું કડક વલણ, અનાથ બાળકોને ગેરકાયદેસર દત્તક લેનારા સામે કડક કાર્યવાહીના નિર્દેશો આપ્યાં

Published On - 10:03 pm, Tue, 8 June 21