Sensex Closing Bell: સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાન સાથે બંધ, રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા પછી ક્લોઝીંગ રહ્યું નબળું

|

Jun 10, 2024 | 4:33 PM

Sensex Closing Bell: સોમવારે શરૂઆતના ટ્રેડિંગ સેશન દરમિયાન રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યા બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉપલા સ્તરે વેચવાલી જોવા મળી હતી. દિવસના ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી લીલા અને લાલ નિશાન વચ્ચે મુસાફરી કરતા જોવા મળ્યા હતા.

Sensex Closing Bell: સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાન સાથે બંધ, રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા પછી ક્લોઝીંગ રહ્યું નબળું
Sensex closed

Follow us on

સોમવારે સ્થાનિક શેરબજારો લાલ નિશાનમાં બંધ થયા હતા. જો કે બંધ થતા પહેલા સેન્સેક્સ 77000 ને પાર કરી ગયો અને NSE નિફ્ટી પહેલીવાર 23400 ને વટાવી ગયો. શપથગ્રહણ બાદ સોમવારે શરૂઆતી ટ્રેડિંગ સેશનમાં 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ પ્રથમ વખત 77,079.04 ના સ્તરે પહોંચ્યો હતો. બીજી તરફ, NSE નિફ્ટી પ્રથમ વખત 23,411.90ની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો.

સોમવારે સેન્સેક્સ 203.28 (-0.26%) પોઈન્ટના ઘટાડા સાથે 76,490.08 પર બંધ થયો. બીજી તરફ, નિફ્ટી 30.96 (0.13%) પોઈન્ટ ઘટીને 23,259.20 પર બંધ થયો હતો.

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 203 પોઈન્ટ ઘટીને 76,490 પર જ્યારે નિફ્ટી પણ 30 પોઈન્ટ ઘટીને 23,259 પર બંધ રહ્યો હતો.ટ્રેડિંગની શરૂઆતમાં સેન્સેક્સ 386 પોઈન્ટ વધીને 77079ની ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. નિફ્ટી પણ 121 પોઈન્ટના વધારા સાથે 23,411ની વિક્રમી સપાટીએ હતો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

બજાર વૃદ્ધિને કારણે

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ બાદ હવે કેન્દ્ર સરકારને લઈને વધુ સ્પષ્ટતા જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ સરકાર બનાવી છે. આથી સેન્સેક્સ 77079ની રેકોર્ડ હાઈએ પહોંચ્યો છે.

મે મહિનાના ફુગાવાના આંકડા 12 જૂને જાહેર થવા જઈ રહ્યા છે. અર્થશાસ્ત્રીઓ એપ્રિલમાં રિટેલ ફુગાવો 4.83% થી ઘટીને 4.80% થવાની અપેક્ષા રાખે છે. ફુગાવાને અંકુશમાં રાખવો એ શેરબજાર માટે સકારાત્મક સંકેત છે.

રિલાયન્સ, એક્સિસ બેંક, પાવર ગ્રીડ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એનટીપીસી શેરબજારમાં ઉછાળામાં ટોચનું યોગદાન આપનાર છે. ઈન્ફોસિસ, એચડીએફસી બેંક, ટીસીએસ, એચસીએલ ટેક અને ટેક મહિન્દ્રા બજારને નીચે ખેંચી રહ્યા છે.

શુક્રવારે યુએસ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો

શુક્રવારે અમેરિકન બજારો ઘટાડા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સમાં 87 પોઈન્ટની નબળાઈ હતી અને તે 38799 ના સ્તર પર બંધ થયો હતો. નાસ્ડેક કમ્પોઝીટ 40 પોઈન્ટ તૂટ્યો હતો. 17133ના સ્તરે બંધ રહ્યો હતો. S&P 500 ઈન્ડેક્સ 6 પોઈન્ટ ઘટીને 5346 પર બંધ રહ્યો હતો.

7 જૂને સેન્સેક્સે 76,795ની સર્વકાલીન ઉચ્ચ સપાટી બનાવી હતી

રિઝર્વ બેંકના જીડીપી અનુમાનમાં વધારો કર્યા બાદ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 7 જૂને સેન્સેક્સ 76,795ની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. જોકે, બાદમાં તે થોડો નીચે આવ્યો હતો અને સેન્સેક્સ 1,618 પોઈન્ટના વધારા સાથે 76,693 પર બંધ થયો હતો.

Published On - 4:23 pm, Mon, 10 June 24

Next Article