Gold ખરીદવાનો આવ્યો ખરો સમય, 6 મહિનામાં 9462 રૂપિયા થયું સસ્તું

|

Feb 07, 2021 | 7:31 PM

ઓગષ્ટ 2020માં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી ગયો હતો અને હવે તે ઘટીને 46, 738 પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયો છે

Gold ખરીદવાનો આવ્યો ખરો સમય, 6 મહિનામાં 9462 રૂપિયા થયું સસ્તું

Follow us on

Gold: ઓગષ્ટ 2020માં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી ગયો હતો અને હવે તે ઘટીને 46, 738 પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયો છે, ભારતમાં સોનાની ખૂબ માંગ રહે છે અને ભારતમાં સોનાનું ધાર્મિક મહત્વ હોવાથી સોનાની ખરીદીને લઇને ભારત વિશ્વમાં બીજા નંબરે આવે.

ઓગષ્ટ 2020 બાદ સોનાના ભાવમાં સતત ઘટાડો નોંધાયો છે, મળતા અહેવાલ પ્રમાણે લોકોના મનમાંથી હવે કોરોનાને લઇને ડર ઓછો થઇ રહ્યો છે માટે લોકો હવે સુરક્ષિત રોકાણ કરવા માંગે છે માટે સોનામાં રોકાણ નથી કરી રહ્યા, રોકાણકારો હવે શેર બજાર તરફ જવાનું પસંદ કર્યુ છે, આવનાર દિવસોમાં ભાવ હજી ઘટી શકે છે, સોનાના વાયદા બજારમાં ભાવ 42000 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચા ચૂક્યુ છે.

સસ્તું થઇ રહ્યુ છે સોનું

બજેટમાં ગોલ્ડ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાના કારણે દિલ્હી સોની બજારમાં સોનું 1000 રૂપિયા જેટલું સસ્તુ થઇ ચૂક્યુ છે , 10 ગ્રામ સોનાનો ભાવ 47 હજારની નીચે આવી ગયો છે. એક્સપર્ટનું માનવું છે કે આવતા 15 દિવસોમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો થવાની આશા છે અને દિવાળી સુધી ફરીથી ભાવ 50,000 પ્રતિ 10 ગ્રામ પહોંચવાનો અંદાજો છે

બજેટમાં કયા બદલાવને કારણે સોનાના ભાવ ઘટવા લાગ્યાં ?

– નાણાંકીય વર્ષ 2021-2022નું બજેટ જાહેર કરતી વખતે નિર્મલા સિતારમણે સોના-ચાંદી પર ડ્યુટી ઘટાડીને 7.5 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો

– હાલના સમયમાં આ ડ્યુટી 12.5 ટકા છે. આના પહેલા જુલાઇ 2019માં ડ્યુટી 10 ટકાથી વધુ કરી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદથી જ ભાવમાં વધારો જોવા મળ્યો હતો

કેમ સસ્તુ થઇ રહ્યુ છે સોનું ?

આંતરરાષ્ટ્રીય સ્તર પર અમેરિકન ડૉલરની કિંમત વધતી જાય છે માટે સોનાના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. વિદેશી બજારોમાં સોનાનો ભાવ 1800 ડૉલરની નીચે આવી ગયો છે અને આ નવેમ્બર 2020 બાદ થઇ રહ્યુ છે જો કે ચાંદીની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે

આગળ જતા વધુ સસ્તું થઇ શકે છે સોનું

રિઝર્વ બેંકે મોનિટરી પોલિસી સમિતિ સાથે બેઠક કર્યા બાદ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સંકેત આપ્યા છે કે બેંકોએ સીઆરઆરનું સ્તર કોરોના વાયરસ પહેલાના સ્તર પર પહોંચાડવાનું છે ત્યાર બાદથી જ વ્યાજ દરોમાં વૃદ્ધિના સંકેત મળી રહ્યા છે આનાથી પણ સોનાની કિંમત પર અસર પડશે, એક્સપર્ટનું માનવુ છે કે સોનાનો ભાવ 4,600 જેટલો ઘટીને 42,000 પ્રતિ 10 ગ્રામના સ્તર પર આવશે.

સોનાની ખરીદી કરતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન

-કેટલીક વાર આપણે નંગ વાળા ઘરેણા ખરીદતાં હોઇએ છે, કેટ્લાક જવેલર્સ આખા નંગનુ વજન કરે છે અને તેને સોનાની કિંમતો સાથે જોડી દે છે, એટલે કે સોનાની કિંમતોના સંમકક્ષ તેની કિંમત લગાવવામાં આવે છે. અને એ જ ઘરેણાને વેચવા જતા નંગનું વજન અને સોનાની અશુદ્ધતાને લઇને કિંમત ધટાડી દેવામાં આવે છે

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

-સોનાના દાગીના અલગ અલગ કૈરેટમાં આવે છે. કૈરેટ સોનાની શુદ્ધતાનુ પ્રમાણ છે , સૌથી શુદ્ધ સોનું 24 કૈરેટનું હોય છે, દાગીના મોટે ભાગે 22 કૈરેટમાં બનાવવમાં આવે છે અને તેમાં 91.6 ટકા સોનું હોય છે

Next Article