રેશનનું અનાજ લેનારા લોકોને સરકારે આપી મોટી રાહત, ડીલર પસંદગીનો મળ્યો વિકલ્પ , જાણો પ્રક્રિયા

|

Jun 08, 2021 | 7:55 AM

પહેલા લોકોને રેશન મેળવવા માટે રેશનકાર્ડ પર ફાળવેલા કેન્દ્રમાં જવું પડતું, પરંતુ હવે તમે તમારા ઘરના નજીકના રેશન કેન્દ્રથી રેશન લઈ શકો છો.

રેશનનું  અનાજ લેનારા લોકોને સરકારે આપી મોટી રાહત, ડીલર પસંદગીનો મળ્યો વિકલ્પ , જાણો પ્રક્રિયા
હવે રેશન માટે સરકારે ડીલર પસંદગીનો વિકલ્પ આપ્યો છે.

Follow us on

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે દેશના ગરીબ લોકોને મફત રેશન આપવાની સુવિધા આપી છે. સરકાર દ્વારા રેશનકાર્ડ દ્વારા દેશની લોકોને સસ્તી રીતે રેશન સુવિધા પણ આપવામાં આવે છે. અગાઉ લોકોને રેશન મેળવવા માટે રેશનકાર્ડ જે કેન્દ્રમાં ફાળવતું હતું ત્યાં જવું પડતું હતું પરંતુ હવે તમે પસંદગીના રેશન કેન્દ્રથી જ રેશન લઈ શકાશે. કોરોનાકાળમાં ઘણા લોકોએ વિસ્થાપન પણ કર્યું છે. ડીલર બદલવા માટે તમારે ફક્ત તમારા ડીલરની વિગતોને અપડેટ કરવાની જરૂર પડે છે.

આ સરળ સ્ટેપ્સને અનુસરી તમે ડીલરનું નામ ઓનલાઇન અપડેટ કરી શકો છો
>> તમારે રાજ્યના Food and Civil Supplies Departmentની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
>> તમે તેને FCS દ્વારા શોધી શકો છો.
>> હોમ પેજ પર એક વિકલ્પ આવશે, જે કહેશે કે ‘રાશનકાર્ડ ધારક દ્વારા જાતે દુકાન પસંદ કરવા માટેનું ફોર્મ’.
>> તેના પર ક્લિક કર્યા પછી નવું પેજખુલશે.
>> આમાં તમારે રેશનકાર્ડ નંબર સહિતની તમામ માહિતી ભરવાની રહેશે.
>> તેને સબમિટ કર્યા પછી તમને સ્ક્રીન પરની બધી માહિતી મળશે જેમાં તમારા દુકાનદારનું નામ દર્શાવામાં આવશે.

આ પ્રકારે ડીલરને પસંદ કરો
જો તમે દુકાનદારનું નામ બદલવા માંગતા હો તો Food and Civil Supplies Department ની વેબસાઈટ પર તમારે વિકલ્પ પસંદ કરવાનો રહેશે. હવે તમારે પસંદ કરેલી નવી દુકાન પર ક્લિક કરવું પડશે. તેના પર ક્લિક કર્યા પછી તમને ઘણા દુકાનદારોની યાદી મળશે અને આમાં તમે તમારા મનપસંદ ડીલરને પસંદ કરી શકો છો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

નવા ડીલરને પ્રિન્ટ બતાવવી પડશે
હવે રેશન લેતી વખતે, તમારે આ પ્રિન્ટ તમારા નવા ડીલરને બતાવવું પડશે. આ સિવાય તમે તેને તમાર વિસ્તારના ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા મંજૂરી લઈ શકો છો. તમે 6 મહિનામાં ફક્ત એક જ વાર આ ફેરફાર કરી શકો છો.

Next Article