આશ્ચર્યજનક સમાચાર ! આ કંપનીના ડિરેક્ટરે 65 પાના લખીને આપ્યુ રાજીનામુ, ડૂબી ગયા 100 કરોડ રૂપિયા

|

Mar 26, 2023 | 12:28 PM

પૂણે સ્થિત આ કંપનીના ડિરેક્ટરએ કંપનીને કુલ 65 પાનાનું રાજીનામું સોંપ્યું હતું. 65 પાનાના આ રાજીનામામાં 25 પાનામાં તેમણે કારણો આપ્યા છે.બાકીના 40 પેજમાં એક જોડાણ જોડીને ડિરેક્ટરે કંપની પર વિવિધ ગેરરીતિઓનો આરોપ લગાવ્યો છે અને પુરાવા પણ આપ્યા છે.

આશ્ચર્યજનક સમાચાર ! આ કંપનીના ડિરેક્ટરે  65 પાના લખીને આપ્યુ રાજીનામુ, ડૂબી ગયા 100 કરોડ રૂપિયા
Resignation

Follow us on

આજ સુધી તમે એકથી વધુ રાજીનામા વિશે સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય 65 પાનાના રાજીનામા વિશે સાંભળ્યું છે, તે પણ કોઈ કંપનીના ડિરેક્ટરના. હા, કંઈક આવું જ BSE લિસ્ટેડ કંપની Modulex Construction સાથે થયું. હકીકતમાં, આ કંપનીના ડિરેક્ટરે એક-બે નહીં પરંતુ 65 પાનાનું રાજીનામું કંપનીને સોંપ્યું હતું. ડિરેક્ટરના રાજીનામા બાદ કંપનીને 100 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ચાલો જાણીએ કેવી રીતે બની આ આખી ઘટના.

હકીકતમાં, પૂણે સ્થિત આ કંપનીના ડિરેક્ટર સંદીપ ખુરાનાએ કંપનીને કુલ 65 પાનાનું રાજીનામું સોંપ્યું હતું. 65 પાનાના આ રાજીનામામાં 25 પાનામાં રાજીનામાના કારણો છે. બાકીના 40 પેજમાં એક જોડાણ જોડીને ડિરેક્ટરે કંપની પર વિવિધ ગેરરીતિઓનો આરોપ લગાવ્યો છે અને પુરાવા પણ આપ્યા છે.

કંપની સામે આ આરોપો છે

આ કંપનીના ડિરેક્ટરે પોતાનું રાજીનામું બોર્ડને મોકલતા કંપનીના કોર્પોરેટ ગવર્નન્સ પર સવાલો ઉઠાવ્યા છે. ડિરેક્ટર દ્વારા મોકલવામાં આવેલા આ રાજીનામા પર કંપનીએ 27 પેજનો જવાબ પણ જાહેર કર્યા છે. વાસ્તવમાં આ રાજીનામું કોર્પોરેટ ગવર્નન્સમાં અત્યાર સુધીનું સૌથી અનોખું રાજીનામું છે. હકીકતમાં, આ રાજીનામા દ્વારા, આ ડિરેક્ટરે કંપની પર કંપનીની નીતિ અને નિયમોના ઉલ્લંઘનને લઈને 65 પેજમાં કંપની પર આવા ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે.

ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ
આજનું રાશિફળ તારીખ : 28-11-2024
કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો

કાર્યકાળ 2 દિવસ પછી પૂરો થવાનો હતો

વાસ્તવમાં, આ ડિરેક્ટર ઘણા વર્ષોથી આ કંપની સાથે જોડાયેલા હતા અને ખાસ વાત એ છે કે તેમનો કાર્યકાળ બે દિવસ પછી પૂરો થવાનો હતો. પરંતુ બે દિવસ પહેલા જ ડિરેક્ટરે રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા છે. બીજી તરફ કંપનીનું કહેવું છે કે તેમના રાજીનામાને હથિયાર બનાવીને તેઓ કંપનીના હિતોને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે તેમનું રાજીનામું એક્સચેન્જની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યું. જ્યારે એક્સચેન્જે આ અંગે સ્પષ્ટતા માંગી તો કંપનીએ 27 પેજમાં તેનો જવાબ આપ્યો.

આ રીતે 100 કરોડનું નુકસાન થયું

સંદીપ ખુરાના નામના આ ડિરેક્ટરે રાજીનામું આપ્યું અને તેમનું રાજીનામું એક્સચેન્જમાં અપલોડ કરવામાં આવ્યું. ત્યારથી કંપનીના શેરમાં ભારે ઘટાડો શરૂ થયો અને થોડી જ વારમાં કંપનીને રૂ. 100 કરોડનું નુકસાન થયું. પોતાના આરોપમાં સંદીપ ખુલાનાએ કંપનીની નીતિ તેમજ કંપની પર આરોપ લગાવ્યો કે અહીંના સ્ટાફ સાથે સારો વ્યવહાર કરવામાં આવતો નથી.

Published On - 12:28 pm, Sun, 26 March 23

Next Article