SBI -HDFC પાછળ ધકેલી ભારતમાં No. 1 બની આ બેંક, જાણો દેશની TOP -10 બેંક વિશે અહેવાલમાં

|

Jun 14, 2021 | 9:36 AM

ફોર્બ્સ(Forbes)એ તાજેતરમાં માર્કેટ રિસર્ચ ફર્મ સ્ટેટિસ્ટાના સહયોગથી આયોજિત 'Worlds Best Banks' ની યાદીની ત્રીજી આવૃત્તિ જાહેરકરી છે. ફોર્બ્સની આ સૂચિ અનુસાર ભારતની ટોચની 10 બેંક(Worlds Best Banks In India 2021) માં DBS Bank પ્રથમ ક્રમે છે.

SBI -HDFC  પાછળ ધકેલી ભારતમાં No. 1 બની આ બેંક, જાણો દેશની TOP  -10 બેંક વિશે અહેવાલમાં
ભારતની ટોચની 10 બેંક(Worlds Best Banks In India 2021) માં DBS Bank પ્રથમ ક્રમે છે.

Follow us on

ફોર્બ્સ(Forbes)એ તાજેતરમાં માર્કેટ રિસર્ચ ફર્મ સ્ટેટિસ્ટાના સહયોગથી આયોજિત ‘Worlds Best Banks’ ની યાદીની ત્રીજી આવૃત્તિ જાહેરકરી છે. આ રિપોર્ટ વિશ્વના 43,000 થી વધુ બેન્કિંગ ગ્રાહકોના તેમના વર્તમાન અને ભૂતકાળના બેન્કિંગ સંબંધો પરના સર્વે પર આધારિત છે. ફોર્બ્સ અનુસાર બેન્કોને સામાન્ય સંતુષ્ટિ અને મુખ્ય સુવિધાઓના આધારે રેટિંગ આપવામાં આવ્યું છે. ફોર્બ્સની આ સૂચિ અનુસાર ભારતની ટોચની 10 બેંક(Worlds Best Banks In India 2021) પર એક નજર કરીએ.

DBS Bank
DBS Bank ભારતમાં 26 વર્ષથી કાર્યરત છે. તેની પ્રથમ શાખા 1994 માં મુંબઇમાં શરૂ થઈ હતી. ગ્લોબલ બેંકની સંપૂર્ણ માલિકીની સ્થાનિક રૂપે બનાવવામાં આવેલી પેટાકંપની તરીકે કાર્યરત ડીબીએસ બેંક ઇન્ડિયા લિમિટેડ એ ભારતની પ્રથમ નોંધપાત્ર વિદેશી બેંક છે.

સિંગાપોરના Marina Bay સ્થિત ડીબીએસ બેંક લિમિટેડ, સિંગાપોરની મલ્ટીનેશનલ બેંકિંગ અને નાણાકીય સેવા સંસ્થા છે. 21 જુલાઈ 2003 ના રોજ હાલનું નામ અપનાવવામાં આવ્યું તે પહેલાં Development Bank of Singapore Limited તરીકે ઓળખાતી હતી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

CSB Bank
Share Price: Rs 334.55
Market Cap: 5.82TCr
YTD Return: 52.94%

CSB Bank Limited મૂળ Catholic Syrian Bank Limited ખાનગી ક્ષેત્રની ભારતીય બેંક છે જેનું મુખ્ય મથક કેરળના થ્રીસુરમાં છે. કેથોલિક સીરિયન બેંક લિમિટેડ (CSB) દેશની સૌથી જૂની ખાનગી ક્ષેત્રની બેન્કોમાંની એક છે. CSBએ 1 જાન્યુઆરી, 1921 ના રોજ કામગીરી શરૂ કરી જેમાં રૂ. 45270 પેઈડ એ કેપિટલ અને અધિકૃત મૂડી રૂ 5 લાખ હતી. બેન્કમાં હાલમાં લગભગ 1.6 મિલિયન લોકોનો ગ્રાહક છે.

 

ICICI Bank
Share Price: 636.30
market Cap: 4.40LCr
YTD Returns: 20.63%

ICICI Bank ભારતની ટોચની બેંકોમાંની એક છે. આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ એ ગુજરાતની વડોદરા, અને મુંબઇ, મહારાષ્ટ્રમાં સ્થિત ખાનગી ભારતીય વિકાસ ધિરાણ સંસ્થા છે. સંખ્યાબંધ ડિલિવરી ચેનલો અને વિશેષ સહાયક કંપનીઓ દ્વારા તે કોર્પોરેટ અને રિટેલ ગ્રાહકોને બેંકિંગ ઉત્પાદનો અને નાણાકીય સેવાઓની વ્યાપક શ્રેણી પ્રદાન કરે છે.

 

 

HDFC Bank
Share Price: Rs 1,487
Mkt cap: 8.20LCr
YTD returns: 4.35%

HDFC Bank Limited જેનું મુખ્ય મથક મુંબઇ મહારાષ્ટ્રમાં છે, એક ભારતીય બેંકિંગ અને નાણાકીય સેવાઓ આપતી કંપની છે. એપ્રિલ 2021 સુધીમાં એચડીએફસી બેંક એસેટ્સ અને માર્કેટ કેપિટલાઇઝેશનના સંદર્ભમાં ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક છે. ભારતીય શેરબજારોમાં, માર્કેટ કેપિટલાઇઝેશન દ્વારા તે ત્રીજી સૌથી મોટી સંસ્થા છે.

 

 

Kotak Mahindra Bank
Price: Rs 1,792.75
Market Cap: 3.56LCr
YTD Returns: -10.10%

Kotak Mahindra Bank Limited એક ખાનગી ભારતીય બેંક છે જેનું મુખ્ય મથક મુંબઇ મહારાષ્ટ્રમાં છે. તે કોર્પોરેટ અને રિટેલ ગ્રાહકોને પર્સનલ ફાઇનાન્સ, ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ, લાઇફ ઇન્શ્યોરન્સ અને સંપત્તિ મેનેજમેન્ટના ક્ષેત્રમાં બેંકિંગ ઉત્પાદનો અને નાણાકીય સેવાઓ પ્રદાન કરે છે. 1600 શાખાઓ અને 2519 એટીએમ સાથે કેપિટલાઈઝેશન દ્વારા ફેબ્રુઆરી 2021 સુધીમાં તે ભારતીય ખાનગી ક્ષેત્રની ત્રીજી સૌથી મોટી બેંક છે.

 

 

Axis Bank
Price: Rs 737.50
Market cap: 2.27LCr
YTD Returns: 18.23%
મુંબઇ મહારાષ્ટ્રમાં Axis Bank Limited નું મુખ્ય મથક છે. આ એક ભારતીય ખાનગી ક્ષેત્રની બેંક છે. તે મોટા અને મધ્યમ કદના નિગમો, નાના અને મધ્યમ કદના સંગઠનો અને રેટાઇલ ફર્મને નાણાકીય સેવાઓ પ્રદાન કરે છે. અમદાવાદમાં રજિસ્ટર્ડ ઓફિસ અને મુંબઈમાં કોર્પોરેટ મુખ્યાલય સાથે ડિસેમ્બર 1993 માં બેંકે યુટીઆઈ બેંક તરીકે કામગીરી શરૂ કરી હતી.

 

 

State Bank of India
Price: 429.40
Market Cap: 3.83LCr
YTD Returns: 53.69%
ભારતીય સ્ટેટ બેંક (SBI) એ એક જાહેર ક્ષેત્રની બેંકિંગ અને નાણાકીય સેવા સંસ્થા છે જે મુંબઇ મહારાષ્ટ્ર, ભારત સ્થિત છે. તે ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક છે જેમાં 23 ટકા એસેટ માર્કેટ શેર છે અને કુલ લોન અને થાપણ બજારનો 25 ટકા હિસ્સો છે.

 

Federal bank
Price: 86.20
Market Cap: 17.17TCr
YTD Returns: 26.67%

 

Saraswat Bank
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 1988 માં બેંકને Scheduled બેંક તરીકે નિયુક્ત કરી છે. વેપારી બેંકિંગ સેવાઓ પ્રદાન કરનારી આ પ્રથમ સહકારી બેંક છે. 1979 માં બેંકને વિદેશી વિનિમય વ્યવહાર માટે કાયમી લાઇસન્સ આપવામાં આવ્યું.

 

Standard Chartered
Standard Chartered નું મુખ્ય મથક લંડન ઇંગ્લેંડમાં છે. તે બ્રિટીશ મલ્ટિનેશનલ બેન્કિંગ [3] અને ફાયનાન્સિયલ સર્વિસ કોર્પોરેશન છે. તે આશરે 87000 લોકોને રોજગાર આપે છે અને 70 થી વધુ દેશોમાં 1,200 થી વધુ શાખાઓ અને આઉટલેટ્સ નું નેટવર્ક ધરાવે છે.

Published On - 9:35 am, Mon, 14 June 21

Next Article