વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે રચ્યો ઈતિહાસ, એક દિવસમાં 2,71,50,00,00,000 રૂપિયાની અધધધ કમાણી

|

Oct 26, 2021 | 9:35 PM

એલોન મસ્કની સંપત્તિમાં રૂ. 2.71 લાખ કરોડ (36.2 અરબ ડોલર)નો વધારો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર મસ્કની સંપત્તિ વધીને 289 અરબ ડોલર થઈ ગઈ છે.

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે રચ્યો ઈતિહાસ, એક દિવસમાં 2,71,50,00,00,000 રૂપિયાની અધધધ કમાણી
Elon Musk

Follow us on

ઈલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લાના (Tesla) માલિક અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે (Elon Musk) ઈતિહાસ રચ્યો છે. સોમવારે એલોન મસ્કની સંપત્તિમાં 2.71 લાખ કરોડ રૂપિયા (36.2 અરબ ડોલર)નો વધારો થયો છે. આ કોઈ અમીર વ્યક્તિની સંપત્તિમાં એક જ દિવસમાં થયેલો સૌથી મોટો વધારો છે.

 

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ (Bloomberg Billionaires Index) અનુસાર મસ્કની સંપત્તિ વધીને 289 અરબ ડોલર થઈ ગઈ છે. સોમવારે ઈલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ કંપની ટેસ્લાનું માર્કેટ કેપ 1 લાખ કરોડ ડોલરને પાર કરી ગયું. આ સિદ્ધિ મેળવનારી ટેસ્લા અમેરિકાની છઠ્ઠી કંપની છે. સોમવારે કંપનીનો શેર 14.9 ટકા વધીને  52 અઠવાડીયાની નવી ઊંચી સપાટી 1,045.02 ડોલર પર પહોંચ્યો હતો. શેરમાં થયેલા આ ઉછાળાને કારણે એલોન મસ્કની સંપત્તિમાં વધારો થયો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

 

1 લાખ ટેસ્લા કારનો ઓર્ડર

હર્ટ્ઝ ગ્લોબલ હોલ્ડિંગ્સે (Hertz Global Holdings) 1,00,000 ટેસ્લા કારનો ઓર્ડર આપ્યો છે. 1 લાખ કારના ઓર્ડર મળ્યા બાદ ટેસ્લાના શેરમાં ભારે ઉછાળો આવ્યો હતો. મસ્કની ટેસ્લામાં 23 ટકા હિસ્સેદારી છે. શેરમાં નોંધાયેલી તેજીથી એક દિવસમાં તેમની સંપત્તિમાં 2.71 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

 

 આ કંપનીઓ કરતાં વધુ છે મસ્કની સંપત્તિ

આ ઉપરાંત, મસ્ક રોકેટ નિર્માતા સ્પેસએક્સના મુખ્ય શેરહોલ્ડર અને સીઈઓ છે. એક મીડિયાના અહેવાલ મુજબ, એક ખાનગી કંપની જેની કિંમત ઑક્ટોબર સેકન્ડરી શેર વેચાણના રૂપમાં 100 અરબ ડોલર છે. વર્ષ 2021માં મસ્કની સંપત્તિમાં 119 અબજ ડોલરનો વધારો થયો છે. મસ્કની કુલ સંપતિ 289 અરબ ડોલર છે, જે હવે એક્સોન મોબિલ કોર્પ (Exxon Mobil Corp) અથવા નાઈકી ઈન્કની (Nike Inc) માર્કેટ વેલ્યુ કરતાં વધારે છે.

 

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના ઈતિહાસમાં આ સૌથી મોટો વનડે ગેઈન છે. ગયા વર્ષે ચાઈનીઝ અબજોપતિ ઝોંગ શાનશાનની (Zhong Shanshan) સંપત્તિ 32 બિલિયન ડોલર પર પહોંચી ગઈ હતી. જ્યારે તેમની બોટલ્ડ વોટર કંપની નોંગફુ સ્પ્રિંગ કંપની (Nongfu Spring Co) લિસ્ટેડ થઈ હતી.

 

1 ટ્રિલિયન ડોલર ક્લબમાં સામેલ થનારી ટેસ્લા પ્રથમ કાર કંપની

ટેસ્લા ટ્રિલિયન ડોલર કંપનીઓના ક્લબમાં સામેલ થનારી પ્રથમ કાર કંપની છે. આ ક્લબમાં Apple Inc., Amazon.com Inc., Microsoft Corp. અને Alphabet Inc.નો સમાવેશ થાય છે. મોડલ 3 સેડાનના નિર્માતા (Model 3 sedan), વિશ્વભરમાં સૌથી વધુ વેચાતી ઈલેક્ટ્રિક કાર – હવે આ સ્ટેજ સુધી પહોંચનારી બીજી સૌથી ઝડપી કંપની છે, જેને જૂન 2010માં જાહેર રૂપથી શરૂ થવામાં માત્ર 11 વર્ષ લાગ્યા છે. Facebook Inc પણ ઝડપથી આ તબક્કે પહોંચી ગયું છે. જો કે તેનું માર્કેટ કેપ હવે 1 ટ્રિલિયન ડોલરથી નીચે છે કારણ કે છેલ્લા બે મહિનામાં સ્ટોકમાં ઘટાડો થયો છે.

 

આ પણ વાંચો :  PI ઇન્ડસ્ટ્રીઝે રૂ. 1,448.5 કરોડ શેર પર કોચીના ઉદ્યોગપતિના દાવાને રદિયો આપ્યો

Next Article