GST Council Meeting : લિકર અને બાજરીમાંથી બનેલ પ્રોડક્ટ્સ પર ઘટશે ટેક્સ, GST કાઉન્સિલની બેઠકમાં લેવાઈ શકે છે આ મોટો નિર્ણય

|

Oct 07, 2023 | 10:38 AM

GST બેઠકમાં GST કાઉન્સિલ તરફથી લિકર કંપનીઓને રાહત મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, GST કાઉન્સિલ લિકર ઉદ્યોગને સ્પષ્ટતા આપવા માટે મોલાસીસ પર GST 28% થી ઘટાડીને 5% કરવા પર વિચાર કરી શકે છે. નિષ્ણાતોના મતે, કાઉન્સિલ ENA (એક્સ્ટ્રા ન્યુટ્રલ આલ્કોહોલ) પરના કરવેરા અંગે કેન્દ્ર, રાજ્યો અને ઉદ્યોગોને સ્પષ્ટતા આપી શકે છે. કાઉન્સિલનો વપરાશ માટે આલ્કોહોલિક દારૂના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા ENA પર કર લાદવાનો પણ કોઈ ઈરાદો નથી.

GST Council Meeting : લિકર અને બાજરીમાંથી બનેલ પ્રોડક્ટ્સ પર ઘટશે ટેક્સ, GST કાઉન્સિલની બેઠકમાં લેવાઈ શકે છે આ મોટો નિર્ણય
GST Council meeting

Follow us on

GST કાઉન્સિલની આજે 52મી બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં લિકરની કંપનીઓને GST મોરચે રાહત મળવાની આશા છે. ત્યારે બાજરીના ઉત્પાદનો પરના જીએસટી દરમાં ઘટાડો થવાની અપેક્ષા છે. આજે યોજાનાર બેઠકમાં ઘણા મોટા મુદ્દાઓ પર ચર્ચા થવાની છે.

મળતી માહિતી મુજબ GST વિભાગની યોજાનારી આ મીટિંગ કેટલીક કંપનીઓ માટે ખરાબ સમાચાર લાવી શકે છે. લોનના બદલામાં ઓફર કરવામાં આવતી કોર્પોરેટ અને બોન્ડ ગેરંટી પર GST લાદવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

જીએસટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે

  • શનિવારના રોજ મળનારી GST બેઠકમાં GST કાઉન્સિલ તરફથી લિકર કંપનીઓને રાહત મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, GST કાઉન્સિલ લિકર ઉદ્યોગને સ્પષ્ટતા આપવા માટે મોલાસીસ પર GST 28% થી ઘટાડીને 5% કરવા પર વિચાર કરી શકે છે. નિષ્ણાતોના મતે, કાઉન્સિલ ENA (એક્સ્ટ્રા ન્યુટ્રલ આલ્કોહોલ) પરના કરવેરા અંગે કેન્દ્ર, રાજ્યો અને ઉદ્યોગોને સ્પષ્ટતા આપી શકે છે. કાઉન્સિલનો વપરાશ માટે આલ્કોહોલિક દારૂના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા ENA પર કર લાદવાનો પણ કોઈ ઈરાદો નથી.
  • આ સિવાય બાજરી એટલે કે બરછટ અનાજ પર જીએસટીના દરમાં ઘટાડા અંગે ચર્ચા કરવામાં આવી શકે છે. બરછટ અનાજ,જેના ઉત્પાદન માટે વધારે મહેનતની જરૂર નથી. આ અનાજ ઓછા પાણી અને ઓછી ફળદ્રુપ જમીનમાં પણ ઉગી નીકળે છે. ડાંગર અને ઘઉંની તુલનામાં, બરછટ અનાજના ઉત્પાદનમાં પાણીનો વપરાશ ઘણો ઓછો છે. તેની ખેતીમાં યુરિયા અને અન્ય રાસાયણિક ખાતરોની જરૂર નથી. તેથી આ ઘણા કારણોસર વધુ સારી માનવામાં આવે છે. આ ઉપરાંત ખેડૂતોને ઓછા ખર્ચે વધુ નફો પણ મળે છે.
  • લોનના બદલામાં કંપનીઓને આપવામાં આવતી કોર્પોરેટ ગેરંટી પર GST લાદવાની તૈયારીઓ ચાલી રહી છે. આ GST કોર્પોરેટ ગેરંટી અથવા બોન્ડના 1% પર 18% હશે.
  • ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પરના જીએસટી દરો અંગે સ્પષ્ટતા આવી શકે છે.સ્પષ્ટતાના અભાવે રાજ્યોએ એલઆઈસી સહિત ઘણી વીમા કંપનીઓને જીએસટી નોટિસ મોકલી છે.

આ એજન્ડાને બેઠકમાં સામેલ કરવામાં આવ્યો હતો

  • જીએસટી કાઉન્સિલ સ્ટીલ સ્ક્રેપ પર રિવર્સ ચાર્જીસ મિકેનિઝમ લાગુ કરવા અંગે પણ નિર્ણય લઈ શકે છે.
  • કાઉન્સિલ જાહેરાત સેવાઓ, ડેટા સેન્ટર, મેઇલ અને કુરિયર સેવાઓના કિસ્સામાં વિગતવાર સમજૂતી આપી શકે છે.
  • કાઉન્સિલ જાહેર ઉદ્યાનો અને લૉનની જાળવણી માટે કોન્ટ્રાક્ટ પર પૂરી પાડવામાં આવતી ગાર્ડનિંગ સેવાઓ પર GSTમાંથી મુક્તિ આપવાનું પણ વિચારી રહી છે.
  • 15 વર્ષની પ્રેક્ટિસ ધરાવતા વકીલોને GST ટ્રિબ્યુનલમાં ન્યાયતંત્રના સભ્યો અને એપેલેટ ટ્રિબ્યુનલના અધ્યક્ષ તરીકે લાયક બનવાની મંજૂરી આપવા માટે, ઉચ્ચ વય મર્યાદા 63 થી વધારીને 67 વર્ષ કરવામાં આવી શકે છે.
  • બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

    ભારતના આ રાજ્યમાં વહે છે વિશ્વની સૌથી વધુ મીઠા જળની નદી
    બપોરે કે સાંજે જમ્યા પછી આ 4 ભૂલ ક્યારેય ન કરતાં, જુઓ Video
    ગજબ ફાયદા, ચણાના લોટમાં કયું વિટામિન જોવા મળે છે? નિષ્ણાત પાસેથી જાણો
    બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે કરો આ ઉપાય
    સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
    Silver Benefits : ચાંદી પહેરવાના છે અનેક સ્વાસ્થ્ય લાભ, જાણી લો
Next Article