Tata Groups IPO : 19 વર્ષ બાદ Tata Group નો IPO આવી રહ્યો છે, આ રીતે મળશે કમાણીની તક

|

Mar 10, 2023 | 2:12 PM

Tata Group IPO : ડિસેમ્બર 2022 ના રોજ પૂરા થયેલા નવ મહિનાના સમયગાળામાં, કંપનીએ વાર્ષિક ધોરણે 15.5 ટકાની વૃદ્ધિ નોંધાવીને રૂ. 3,011.8 કરોડની આવક ઊભી કરી હતી.

Tata Groups IPO : 19 વર્ષ બાદ Tata Group નો IPO આવી રહ્યો છે, આ રીતે મળશે કમાણીની તક
Tata Groups IPO

Follow us on

Tata Group IPO : શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર છે. Tata Group 19 વર્ષ પછી પોતાનો IPO લાવી રહ્યું છે. વાસ્તવમાં, ટાટા મોટર્સની પેટાકંપની ટાટા ટેક્નોલોજિસે આઈપીઓ માટે માર્કેટ રેગ્યુલેટરને દસ્તાવેજો સબમિટ કર્યા છે. IPOમાં કોઈ નવા શેર જારી કરવામાં આવશે નહીં. માત્ર પ્રમોટર ટાટા મોટર્સ અને અન્ય બે શેરધારકોના શેર જ વેચાણમાં રાખવામાં આવશે. મતલબ કે શેરબજારના રોકાણકારો પાસે કમાવાની સારી તક છે.

માહિતી આપતાં, ટાટા મોટર્સે કહ્યું કે અમે તમને જણાવવા માંગીએ છીએ કે ટાટા મોટર્સ લિમિટેડની પેટાકંપની ટાટા ટેક્નોલોજીસે માહિતી આપી છે કે તેણે આજે 9 માર્ચ, 2023ના રોજ સેબીને આઈપીઓ માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઈલ કર્યું છે. ગયા વર્ષે ટાટા મોટર્સે તેની ટેક આર્મના IPOને મંજૂરી આપી હતી.

ટાટા ટેકએ સેબીને શું માહિતી આપી

  1. IPO દ્વારા 95,708,984 ઇક્વિટી શેર વેચવામાં આવશે.
  2. આ શેર કંપનીની કુલ પેઇડ-અપ શેર મૂડીના 23.60 ટકા છે.
  3. એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
    ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
    ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
    પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
    શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
    આજનું રાશિફળ તારીખ : 02-05-2024
  4. ટાટા ટેક્નોલોજીસમાં ટાટા મોટર્સનો કુલ હિસ્સો 74.42 ટકા છે.
  5. આલ્ફા ટીસી કંપનીમાં 8.96 ટકા હિસ્સો ધરાવે છે.
  6. ટાટા કેપિટલ ગ્રોથ ફંડ ટાટા ટેકમાં 4.48 ટકા હિસ્સો ધરાવે છે.
  7. ટાટા મોટર્સ આ IPOમાં 81,133,706 ઇક્વિટી શેર વેચશે.
  8. આલ્ફા ટીસી હોલ્ડિંગ્સ 9,716,853 ઇક્વિટી શેર વેચશે.
  9. ટાટા કેપિટલ આ IPO દ્વારા 4,858,425 શેર વેચશે.

કંપનીને કેટલો નફો થયો

ટાટા મોટર્સનું એન્જિનિયરિંગ યુનિટ ઓટોમોટિવ, એરોસ્પેસ, ઈન્ડસ્ટ્રીયલ હેવી મશીનરી પર કામ કરે છે. ડિસેમ્બર 2022 ના રોજ પૂરા થયેલા નવ મહિનાના સમયગાળામાં, કંપનીએ વાર્ષિક ધોરણે 15.5 ટકાની વૃદ્ધિ નોંધાવીને રૂ. 3,011.8 કરોડની આવક ઊભી કરી હતી. નવ મહિનાના ગાળામાં કંપનીનો નફો 407.5 કરોડ રૂપિયા જોવા મળ્યો હતો.

ગ્રૂપનો IPO 19 વર્ષ પછી આવ્યો છે

ટાટા ગ્રુપનો IPO 19 વર્ષ પછી આવી રહ્યો છે. અગાઉ વર્ષ 2004માં દેશની સૌથી મોટી IT કંપની TCSનો IPO આવ્યો હતો. ડિસેમ્બરમાં, સેટેલાઇટ ટીવી ઓપરેટર ટાટા પ્લેએ સેબી પાસે ‘પ્રી-ફાઇલ’ DRHP અથવા ગોપનીય IPO દસ્તાવેજ ફાઇલ કર્યો હતો, જે નવા નિયમન હેઠળ આવું કરનાર પ્રથમ કંપની બની હતી.

આ પણ વાંચો : શું અદાણી શેરમાં ફરી આવશે ઉથલપાથલ ? NSE ફરી અદાણી ગ્રુપના આ ત્રણ શેરનું મોનિટરિંગ કરી રહ્યું છે, શેરમાં દેખાઇ અસર

Next Article